• સામાન્ય માણસના એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ થાય તો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે.
  • રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે.
  • ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગ્સ ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરાઇ હતી.
  • રાજેન્દ્ર ત્રિવેદી વિદાનસભાના અધ્યક્ષ છે.
  • બોગ્સ એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરાતા ક્રાઇમ બ્રાન્ચે ફરીયાદ નોંધી હતી.
  • 800 નંબરની તપાસ કરતા હરિયાણાથી બે ઝડપાયા

WatchGujarat ટેકનોલિજીના યુગમાં બેન્ક ખાતા અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપીંડી થવી એ સામાન્ય બાબત બની છે. આ પ્રકાર અસંખ્યા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. પરંતુ આ ફરીયાદ સામાન્ય વ્યક્તિઓ છે, જેથી તેમની સાથે થયેલી છેતરપીંડીની ગંભીરતા પોલીસને દેખાતી નથી. પરંતુ ગુજરાત વિધાનસભા અધ્યક્ષના ફેન ક્લબના નામે બોગ્સ એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયા માગનાર શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે માત્ર 7 દિવસના ટુંકા ગાળામાં ઝડપી પાડી પાડ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે તે સમયે વિધાનસભા અધ્યક્ષના ફેન ક્લબના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરવામાં આવે તે બાબાત ખુબ જ ગંભીર માનવામાં આવે છે. જેથી સમગ્ર મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બનાવટી ફેસબુક એકાઉન્ટના આધારે લોકો પાસે રૂપિયાની માગણી કરનાર હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય માણસના બેન્ક ખાતામાંથી રૂપિયા ગાયબ થાય ત્યારે તેણે પોલીસ મથકના ધક્કા ખાવા પડે છે. જ્યારે નેતાઓના નામનુ બોગ્સ એકાઉન્ટ બની રૂપિયાની માગણી કરવામાં આવે ત્યારે માત્ર 7 દિવસમાં પરિણામ આવી જાય છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના સમર્થકો દ્વારા શહેરમાં રાજેન્દ્ર ત્રિનેદી ફેન કલ્બ ચલાવવામાં આવે છે. રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ નામથી સોશિયલ મીડિયામાં પણ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. તેવામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષના ફેન ક્લબના નામે બોગ્સ એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંઘી સમગ્ર મામલેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે આ બનાવ ગત તા. 3 ફેબ્રુઆરીઓનો છે, અને 4 ફેબ્રુઆરીના રોજ આ મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયાના માત્ર સાત દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી ભોલેરામ જશરામ શર્મા અને મનમોહન અશોક શર્માની ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud