• વડોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરોનો રાફડો ફાટી નિકળ્યો છે.
  • ડભોઇ ટાઉન, ઇટોલા બાદ હવે પાદરામાંથી બોગસ ડોકટર ઝડપાયો
  • કોલકત્તા ખાતે આર્યુવેદિકનો કોર્ષ કરી દવાખાને આવતા દર્દીઓને એલોપેથીની દવા કરતો
  • ગ્રામ્ય એસ.ઓ.જીએ નોંધણીનુ પ્રમાણ પત્ર માંગતા આર્યુવેદનુ સર્ટી બતાવ્યું, જે પ્રથમ દ્રષ્ટિએ બનાવટી જણાઇ આવ્યું
(વગર ડિગ્રીનો ડોકટર પાર્થો બિશ્વાસ)

WatchGujarat. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકી તેમની સારવાર કરતા ડિગ્રી વિનાના બોગસ તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવુ લાગ્યું છે. છેલ્લા બે દિવસમાં વડોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી એસ.ઓ.જીએ ચાર ડિગ્રી વિનાના બોગસ તબીબોની ધરપકડ કરી છે. જ્યારે હજીએ કેટલાક પ્રેક્ટિસ કરી હોય તેવુ લાગી રહ્યું છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ હવે દવાખાને જતા પહેલા ડોકટરની ડિગ્રી અંગે ચકાસણી કરવી જરૂરી બની છે.

શહેર નજીક આવેલા પાદરા તાલુકાના આમળા ગામમાં એક શખ્સ વગર ડિગ્રીએ ડોટકરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી ગ્રામ્ય એસ.ઓ.જીને મળી હતી. બાતમીના આધારે પોલીસે આમળા ગામે આવેલા “PIYU CLINIC” પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં ઘરની અંદર દવાખાનુ ખોલી બેઠેલા પાર્થો પોરો શાંતિ બિશ્વાસ ગળામાં સ્ટેટોસ્કોપ લગાવી બેઠો હતો. જેથી પોલીસે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ તેમજ ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલના નોંધણી પ્રમાણ પત્ર અંગે પુછતા, તેણે BIMS કોલકત્તાનુ સર્ટીફીકેટ બતાવ્યું હતુ. જોકે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઇ ડિગ્રી કે મેડકિલ કાઉન્સીલનુ કોઇ સર્ટીફીકેટ મળી આવ્યું ન હતુ.

આ મામલો પોલીસે પાર્થો બિશ્વાસની કડકાઇથી પુછતાછ કરતા તેણે  BIMSનુ સર્ટીફીકેટ કોલકત્તાથી આર્યુવેદીકનો અભ્યાસ કરી મેળવ્યું હોવાનુ જણાવ્યું હતુ. જોકે પોલીસે પાર્થો બિશ્વાસની ચકાસણી કરતા પ્રથમ દ્રષ્ટીએ બનાવટી હોવાનુ જણાતુ હોવાથી તેની તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud