ફેશન ડિઝાઈનનો અભ્યાસ પૂર્ણ કરી ચાર્મી પટેલ, ઝેનાબ ચશ્માંવાલા અને પ્રતિતી શાહે ઇકો ફ્રેન્ડલી “સસ્ટેનેબલ વોર્ડરોબ” બનાવવાનું નક્કી કર્યું.
લોકડાઉનમાં ઘરે ખલી બેસવાને બદલે ત્રણેય યુવતીઓએ ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઇકો-ફ્રેન્ડલી હેમ્પ નામના મટીરીયલની પ્રોડક્ટ્સ બનાવી એન્વાર્યમેન્ટ એન્જલ્સે "LEAFAFFA" બ્રાન્ડ શરૂ કરી.
હેમ્પ મટીરિયલથી બનાવાયેલી પ્રોડક્ટ્સ માનવ ઉપયોગી હોવા સાથે પર્યાવરણને ફાયદો કરે તેવી છે.
Mahesh Chomal. આજે વુમન્સ ડે છે ત્યારે વડોદરાની એવી ત્રણ યુવતીઓની સંઘર્ષ કથા જેમણે લોકડાઉન બાદ કોરોનાના કપરાં કાળમાં પોતે પગભર થવા સાથે સાથે 100થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડી છે. એમાંય મહત્વની વાત છે ત્રણેય યુવતીઓએ બનાવેલી લેપટોપ બેગ્સ, બેગ પેક્સ, વોલેટ્સ જેવી પ્રોડક્ટ્સ ઇકો-ફ્રેન્ડલી છે. જેમ ચાર્લિઝ એન્જેલ્સ ફિલ્મમાં યુવતીઓ ગુંડા – મવાલીઓને જબરદસ્ત ટક્કર આપે છે એવી જ રીતે આ ત્રણ યુવતીઓ ગ્લોબલ વોર્મિંગના સમયમાં ઇકો-ફ્રેન્ડલી વિચારધારા સાથે આગળ વધી રહી છે. ત્યારે તેઓને ઇકો ફ્રેન્ડલી એન્જેલ્સ કહી શકાય.
શહેરની ત્રણ યુવતીઓ ચાર્મી પટેલ, ઝેનાબ ચશ્માવાલા અને પ્રતિતી શાહે એક સાથે ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. હાલના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ ખુબ વિકરાળ સમસ્યા બની રહી છે. ત્યારે ત્રણેય યુવતીઓએ ઇકો ફ્રેન્ડલી ટેક્સટાઈલના ઉપયોગથી બેગ્સ, વોલેટ્સ જેવી સ્ટાઈલિશ લોકોપયોગી વસ્તુ બનાવવાનો નિર્ણય કર્યો હતો. અભ્યાસ પૂરો કરીને પોતાના વિચારને વાસ્તવિક રૂપ આપવાનું ત્રણેય યુવતીઓએ પહેલું ડગલું ભર્યું જ હતું. ત્યાં એમની સામે વૈશ્વિક મહામારી કોરોનાનું વિઘ્ન આવ્યું હતું.
લોકડાઉન લદાઈ જતાં તમામ લોકોની માફક ત્રણેય યુવતીઓને પણ ઘરની ચાર દિવાલોમાં ફસાઈ જવાનો વારો આવ્યો હતો. પરંતુ, ત્રણેય યુવતીઓએ હાથ પર હાથ મુકી બેસી રહેવાને બદલે પોતાના વિચારોને સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યું હતું. ત્રણેય યુવતીઓએ પોત પોતાની રીતે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સના અલગ અલગ આઈડીયા પર વિચારવાનું શરૂ કરી દીધું હતું. ત્રણેય યુવતીઓએ પોત પોતાના આઈડીયાનું પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. અને અંદરોઅંદર જ તેનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેમણે જ નિર્ણાયકની ભૂમિકા ભજવી અને પ્રેઝન્ટેશનને 1 થી 10 સુધીના માર્ક્સ આપ્યા હતાં.
સારું ટેક્સસ્ટાઈલ બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્લાસ્ટિક અને કેમિકલ્સનો ઉપયોગ કરાય છે. જોકે, તેના કારણે પર્યાવરણને મોટી માત્રામાં નુકસાન પહોંચતું હોય છે. માટે ત્રણેય યુવતીઓએ આ બાબતને ધ્યાનમાં રાખીને ઇકો-ફ્રેન્ડલી માનવ ઉપયોગી “સસ્ટેનેબલ વોર્ડરોબ” વસ્તુઓ બનાવવાની વિચારધારાને ધ્યાનમાં રાખી, ત્રણેય પ્રેઝન્ટેશનને માર્ક્સ આપ્યા હતાં. આખરે ત્રણમાંથી 2 આઈડિયાને 8 માર્ક્સ જ્યારે ત્રીજા આઈડિયાને 5 માર્ક્સ મળતાં, ત્રણેય યુવતીઓએ 8 માર્ક્સ વાળા આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને "LEAFAFFA" બ્રાન્ડનો ઉદ્ભવ થયો હતો.
[caption id="attachment_616240" align="aligncenter" width="1024"] "હેમ્પ મટીરીયલ"[/caption]
ચાર્મી, ઝેનાબ અને પ્રતિતીએ સ્થાપેલી "LEAFAFFA" બ્રાન્ડના પ્રોડક્ટ્સ હેમ્પ નામના મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. હેમ્પ મટીરીયલમાંથી બનતી વસ્તુઓ લોકોપયોગી હોવા ઉપરાંત ઇકો-ફ્રેન્ડલી પણ છે. ત્રણેય યુવતીઓની પ્રોડક્ટ્સને માર્કેટમાંથી ઓર્ડર મળતાં શરૂ થતાં તેમનો ઉત્સાહ બેવડાયો હતો.
"LEAFAFFA " બ્રાન્ડ વિષે વાત કરતા ચાર્મી પટેલે જણાવ્યું હતું કે, જે રીતે અમારી પ્રોડ્કટ્સને પ્રતિસાદ મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી અમે અમારી બ્રાન્ડને વધુ ઊંચા સ્તર સુધી લઇ જવા માંગીએ છીએ. જેના કારણે વધુમાં વધુ મહિલાઓ તેમા જોડાઈ શકશે અને વધુ મહિલાઓ તેમાંથી રોજગારી મેળવી શકશે તેવો અમારો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત આ પ્રોડક્ટ્સ કાર્બન એબઝોબ કરે છે. જેનાથી સોસાયટી અને પર્યાવરણ બંનેને ફાયદો થશે.
ત્રણેય યુવતીઓ પોતાની સાથે અન્ય યુવતીઓ – મહિલાઓને પગભર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી હતી. જેથી તેમણે સમાજસેવી સંસ્થાનો સંપર્ક કર્યો અને પોતાની પ્રોડક્ટ્સનું સિલાઈ કામ સંસ્થાની મહિલાઓને સોંપ્યુ હતું. આજે "LEAFAFFA"ની પ્રોડક્ટ્સના સીલાઈ કામથી સમાજસેવી સંસ્થાની 100થી વધુ મહિલા રોજગારી મેળવી રહી છે. એકંદરે, વડોદરાની Eco Friendly Angels દ્વારા ખૂબ જ સ્તુત્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજના દિવસે તેમની દ્રઢ ઇચ્છાશક્તિને અભિનંદન... Happy Women’s Day
"LEAFAFFA" બ્રાન્ડની ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ.
ટોટ બેગ્સ, લેપટોપ બેગ્સ, બેગ પેક્સ, વોલેટ્સ, સલીગ્સ બેગ, પાઉચ, બેલ્ટ, સોલ્ડર બેગ્સ
ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટનાં ફાયદા
વી - કિરણોથી રક્ષણ
પાણી પ્રતિરોધક
આરામદાયક
ઓછાં વજન વાળી
લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય તેવું
રિસાઈક્લેબલ
ઇકો ફ્રેન્ડલી ઉત્પાદન પ્રક્રિયા
લાંબા સમય સુધી ટકી રહે.