• વેલફેર હોસ્પિટલની આગમાં મૃતક માધવીના ભાઈએ જારી કરેલા વીડિયોમાં હવે ‘લાઈટર’ શોધવાની દિશામાં એજન્સીઓની તપાસ
  • ICU માં આગ લાઈટરથી લાગી હોવાના જયના વિડીયો બાદ FSL એ ફરી આગમાં ખાખ થયેલા ICU માં પુરાવા શોધવા સોમવારે તપાસ કરી
  • જયની પોલીસે પૂછપરછ કરી વિડીયો અને 3 ઓડિયો તપાસ માટે એકત્ર કર્યા
  • હજી અનેક સવાલોના જવાબો પણ નથી મળી રહ્યા, ઘટના પેહલા કેટલો તબીબી સ્ટાફ ICU 1 અને 2, જનરલ વોર્ડ માં હતો, જે હોનારત બાદ ક્યાં હતો
  • ICU માં માત્ર 2 ટ્રેની નર્સ ફરાગી અને માધવી જ હતી અને ચાર્મી, જયમીની તેને બોલાવવા આવી હતી

વિક્કી જોષી. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના ICU વોર્ડમાં સર્જાયેલ અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગીઓ પાછળ લાઈટર જવાબદાર હોવાના મૃતક માધવીના ભાઈ જયના વીડિયોને WATCH GUJARAT એ પ્રથમ વાચા આપી હતી.

વેન્ટિલેટર નહિ ICU માં લાઈટરને કારણે સમગ્ર આગનું તાંડવ સર્જાયું હોવાના જયના વિડીયો સાથે વોચ ગુજરાત બાદ અન્ય મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ એજન્સીઓએ તપાસની દિશા બદલી છે.

લાઈટરથી આગ લાગી હતી કે નહીં તે જાણવા અને એ દિશામાં તપાસ કરવા સોમવારે ફરીથી FSL ની ટીમ બોલાવવામાં આવી હતી. FSL એ આગમાં બળીને ભસ્મીભૂત થયેલા ICU વોર્ડમાં ફરી ઝીણવટભરી તપાસ કરી લાઈટરના પુરાવાઓ શોધવા સહિત પુરાવા મેળવવા પ્રયાસો કર્યા હતા.

બીજી તરફ તપાસ અધિકારી ASP વિકાસ સુંડા દ્વારા મૃતક ટ્રેની નર્સ માધવીના ભાઈ જય પઢીયારે વિડીયો અને 3 ઓડિયો કલીપ જારી કરી આગ લાઈટરથી લાગી હોવાનો ઘટસ્ફોટ કરતા બી ડિવિઝન PI બી.એમ.પરમાર સહિતની ટીમ જય પઢીયારના ઘરે પોહચી હતી.

જયે આગ લાઈટરથી લાગી હોવા અંગે જારી કરેલો તેનો પોતાનો 1 વિડીયો અને 3 ઓડિયો કલીપ પોલીસે તપાસ માટે તેની પાસેથી એકત્ર કર્યા હતા. FSL ની ફરીથી તપાસમાં એકત્ર કરેલા પુરવામાં જયના કહેવા મુજબ લાઈટરના કોઈ પુરાવા મળી આવે છે કે નહીં તેના પર નજર હવે સમગ્ર તપાસમાં કેન્દ્ર સ્થાને રહી છે.

સાથે જ જય પાસેથી પોલીસે મેળવેલ ઓડિયો અને વીડિયોની પણ FSL અને સ્પેકટ્રોગ્રાફીથી તપાસ થઈ શકે તેમ છે. સાથે ઓડિયો ક્લિપમાં રહેલી નર્સ જયમીની સાથે ચાર્મીના ફરી નિવેદનો લેવાઈ તેને પણ હાલના તબક્કે નકારી શકાય નહીં.

વેલફેર કોવિડ સેન્ટરમાં લાગેલી આગ બાદ હજી પણ કેટલા સવાલો જૈસે થે જ રહ્યા છે, ICU ના 2 વોર્ડ અને જનરલ 1 વોર્ડમાં કેટલા તબીબો અને અન્ય સ્ટાફની ડ્યુટી હતી. કેટલી ટ્રેની નર્સો મુકાઈ હતી. ઘટના પેહલા તબીબી સ્ટાફ ક્યાં જતો રહ્યો હતો અને હોનારત બાદ પણ તે ક્યાં અને શું કરતો હતો તે બહાર આવ્યું નથી. હોસ્પિટલે પણ કુલ કેટલો સ્ટાફ કોવિડ સેન્ટરમાં ફરજ પર હતો તેનો ફોડ પાડ્યો નથી.

ફરીથી FSL બોલાવી પુરાવા મેળવવા તપાસ કરાઈ છે, FSL ના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે

મીડિયાના રિપોર્ટસને ધ્યાનમાં લઈને જે વિગતો મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી તેને ધ્યાનમાં લઈને ફરીથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. રિપોર્ટના આધારે ફોરેન્સિક ટીમે આધારભૂત પુરાવા મળી શકે તે માટે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. મૃતક નર્સનો ભાઈ જે એવિડન્સની વાત કરી રહ્યો છે તે પણ પોલીસે મેળવી ઓડિયો અને વીડિયો સાચા છે કે ખોટા તેનું ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન કર્યા બાદ સાચી વિગતો કહી શકાશે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સાચું કારણ શું છે તે જાણી શકાશે છે તેમ હાલ તપાસ અધિકારી વિકાસ સુંડા જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud