• 20 ભારતીય માછીમારોને બે દિવસ પહેલા પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે
  • છેલ્લા કેટલાંક સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારો પોતાના માદરે વતન માટે રવાના થયા
  • તા. 17 નવેમ્બરે તેઓ વડોદરા પહોંચ્યા, માછીમારો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ
  • અમને જેલમાં ખુશ રાખવામાં આવ્યા હતા, કોઈ સાથે મારપીટ કરવામાં આવી નથી.- માછીમાર

WatchGujarat. તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરાશે તેવા સમાચાર સામ આવતા તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા જ આ 20 માછીમારો વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા. આ માછીમારો 17 નવેમ્બરે વડોદરા પહોંચ્યા હતા. ત્યારે માદરે વતન જઈ રહેલા આ માછીમારોએ પાકિસ્તાનની જેલમાં તેમની સાથે થયેલા વ્યવહાર અંગે મીડિયાને જણાવ્યું હતું.

કેવો હતો પાકનો માછીમારો સાથેનો વ્યવહાર

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ માછીમારોએ જેલમાં તેમની સાથે કેવો વ્યવહાર થતો હતો તે અંગેની માહિતી આપી હતી. એક માછીમારે માહિતી આપતા જણાવ્યું કે અમને જેલમાં ખુશ રાખવામાં આવ્યા હતા. કોઈ સાથે મારપીટ કરવામાં આવી નથી. માછીમારોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે.

કેવી રીતે પાકિસ્તાને બંદી બનાવ્યા આ માછીમારોને

આ મામલે વાત કરતાં માછીમારોએ જણાવ્યું હતું કે, ભારતની હદમાં બોટ બંધ થઈ જતા તેઓ 15-20 કિલોમીટર આગળ નીકળી ગયા હતા. અને પાકિસ્તાનની હદમાં પહોંચ્યા હતા. જે બાદ પાકિસ્તાનના જવાનોએ તેમને પકડ્યા હતા. આ 20 માછીમારોમાં ગીર સોમનાથના 19 માછીમારો અને પોરબંદરના એક માછીમારનો સમાવેશ થાય છે. જોકે હવે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત આવી ગયા છે. રાત્રે તમામ માછીમારોનું વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થયું હતું. વધુમાં એક માછીમારે જણાવ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે. જેથી આ માછીમાર ભાઈઓને પણ વહેલીતકે છોડાવી દેવામાં આવે તેવી મોદી સરકારને વિનંતી કરી છે.

આ માછીમારો ગુરૂવારે એટલે કે આજે ગીર-સોમનાથ પહોંચશે. આ તમામ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ પાકિસ્તાનની જેલમાં કેદ હતા. મહત્વનું છે કે આ 20 માછીમારોતો પોતાના માદરે વતન પરત આવી ગયા છે. પરંતુ હજુ પણ અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં પોતાની મુક્તિની રાહ જોઈને બેઠા છે. અવાર-નવાર IMBL નજીક પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અને તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

Facebook Comments Box

Videos

Our Partners