જામનગર : સાંસદ પરિમલ નથવાણીનાં ટ્વિટ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરીતોને ઝડપી નવા એસપી દિપેન ભદ્રને સપાટો બોલાવ્યો છે. ત્યારે આજે ભાજપ કોર્પોરેટર સહિત વધુ ચાર લોકોને ઝડપી લેવાની સાથે ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગનાં 14 વિરુદ્ધ શહેરમાં સૌ-પ્રથમ GujCTOC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની અને પોલીસમેન વસરામ આહિરને પણ સકંજામાં લેવાયા છે. તો એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ સામેલ છે. જેને લઈ શહેરમાં પ્રથમવાર પોલીસ દ્વારા GujCTOC કાયદાનો ઉપયોગ કરાયો છે. જેમાં 10 વર્ષની સજાથી લઈને જન્મટીપ સુધીની જોગવાઇ છે. જામનગરમાં ઓગ્રેનાઇઝ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકો પર પોલીસની કામગીરીને રાજ્. સભાના સાંસદ પરમિલ નથવાણીએ સરાહના કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !