ગ્રીન ઝુલોજીકલ રેસ્કયુ અને રિહેબીલીશન કિંગડમ નામે ઝૂ બનશે
ઝૂ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો પેટ પ્રોજેક્ટ છે
WatchGujarat. દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ વિશ્વનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય (ઝૂ) પણ ગુજરાતમાં બનવા જઈ રહ્યુ છે. જામનગરમાં 280 એકર જમીનમાં આ પ્રાણી સંગ્રહાલય બનશે. જેમાં મોટી સંખ્યામાં વન્ય જીવો અને પક્ષીઓ પણ રાખવામાં આવશે. આ સૌથી મોટા 'ઝૂ' નો પ્રોજેક્ટ તૈયાર થઈ ચૂક્યો છે. જેમાં ગ્રીન ઝુલોજીકલ રેસ્કયુ અને રિહેબીલીશન કિંગડમ નામ અપાયુ છે. 'ઝૂ' નું સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવાનો નિર્ણય સેન્ટ્રલ ઓથોરિટીની બેઠકમાં લેવાયો છે.
આ ઝૂ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો પેટ પ્રોજેક્ટ છે. જેમાં બાર્કિંગ ડીઅર્સ, સ્લેન્ડર લોરિસ, સ્લોથ બીઅર્સ, ફિશિંગ કેટ, કોમોડો ડ્રેગન, ઇન્ડિયન વરુ, રોઝી પેલીકન્સ ઉપરાંત ક્રાઇન્ડ ક્રેન્સ, જેગુઆર, આફ્રિકન સિંહ, 12 ઓસ્ટ્રીચ, 20 જીરાફ, 18 મીરકેટ્સ, 10 સ્પેક્ટેકલ્સ સીમેન, 7 ચિત્તા, આફ્રિકન હાથી, 9 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ હશે.
આ ઉપરાંત ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, લેન્ડ ઓફ રોડેન્ટ, એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડના વિભાગો હશે. વન્ય પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન સિંહ, ચિતા, વરુ, એશિયાટીક સિંહ, પીગ્મી હીપ્પો, ઉરાંગ ઉટાંગ, જળ બિલાડી, રિંછ, બેંગાલ ટાઈગર, ગોરીલા, ઝીબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન સહિતનો સમાવેશ થાય છે. આમ રિલાયન્સના આ ઝૂમાં અંદાજે 100થી વધુ જુદી-જુદી પ્રજાતીના પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપો હશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડનાં કોર્પોરેટ અફેર્સનાં ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન્સ ઝુઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબીલીટેશન કીંગ્ડમ તરીકે ભવિષ્યમાં ઓળખાનારા જામનગર ખાતેના પ્રાણી સંગ્રહાલયની મંજુરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મેળવી લેવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સર્વશ્રોષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોવીડ-19ના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ પ્રોજેક્ટ અંદાજે બે વર્ષમાં પુર્ણ થવાની આશા છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ જામનગરની આબોહવા અને વાતાવરણ વિશ્વભરના પક્ષીઓ અને પ્રાણીઓને માફક આવે તેમ છે. જેથી આ નિર્ણય લેવાયો છે. જેને ગ્રીન્સ ઝૂઓલોજિકલ રિસ્કયૂ કહેવાશે અને રિહેબીલીટીશન કિંગડમ વિશાળ વિસ્તારમાં આકાર પામશે. વિગતવાર પ્રોજેકટ અહેવાલ સાથે રજૂ કરાયો છે. સૂચિત સ્થાપના માટે માસ્ટર લેઆઉટ સાથે ખાતે ગ્રીન્સ ઝૂઓલોજિકલલ રેસ્કયૂ અને રિહેબિલિટેશન કિંગડમનું જામનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સીઝેડએ દ્વારા શેર કરેલા પ્લાન લેઆઉટ મુજબ, ઝૂ બનાવવાનો આ નિર્ણય લેવાયો છે.