• પરિવાર સાથે જમવા આવતી 12 વર્ષથી નાની વયની દીકરીના ચરણસ્પર્શ કરીને તેને નિઃશુલ્ક જમાડે છે
  • સોશિયલ મીડિયામાં પર અનેક લોકો આ પહેલની પ્રસંશા કરી
  • મહેશભાઈ સવાણી પાસેથી પ્રેરણા લઈને મેં આ નિયમ લીધો છેઃ રેસ્ટોરન્ટ માલિક

WatchGujarat. જૂનાગઢમાં એક રેસ્ટોરન્ટ ગીર નેસડોના માલિક પ્રફુલભાઈ દ્વારા સરાહનીય કાર્યની શરૂઆત થઈ છે. તેમના રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે આવતી 12 વર્ષ કે તેથી નાની વયની દીકરી જમવા માટે આવે છે, ત્યારે પ્રફુલભાઈ તેને જગદંબા સ્વરૂપ ગણીને તેના ચરણ સ્પર્શ કરે છે. એટલું જ નહીં, તેને મનભાવતું ભોજન તદ્દન નિઃશુલ્ક જમાડે છે.

આ વિશે વાત કરતા રેસ્ટોરન્ટના માલિક પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ દીકરી એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. ત્યારે અનેક દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતું નામ એટલે મહેશભાઈ સવાણી પાસેથી પ્રેરણા લઈને મેં આ નિયમ લીધો છે કે, મારી રેસ્ટોરન્ટ પર જે કોઈ 12 વર્ષથી નાની દીકરી પોતાના પરિવાર સાથે અહીં જમવા આવશે ત્યારે તેના ચરણસ્પર્શ કરીશ અને તેને તદ્દન ફ્રીમાં ભોજન જમાડીશ.

તમને જણાવી દઈએ કે પ્રફુલભાઈના આ ઉમદા વિચાર અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલની નોંધ, તેઓના પ્રણેતા સ્વયં મહેશભાઈ સવાણી દ્વારા પણ લેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પર અનેક લોકો આ પહેલની પ્રસંશા કરી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ ગીર નેસડો રેસ્ટોરન્ટની શરૂઆત જાન્યુઆરી-2020 માં થઈ હતી. જૂનાગઢવાસીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓને શુદ્ધ કાઠિયાવાડી ભોજન એ પણ ગામડાની દેશી બેઠક સાથે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોસ્ટોરન્ટમાં સંપૂર્ણ રસોઈ દેશી ઢબથી અને ચૂલા ઉપર કરવામાં આવે છે.

આ અંગે વાત કરતાં વધુમાં પ્રફુલભાઈએ જણાવ્યું કે, આપણે દીકરો-દીકરી એક સમાન ગણવા જોઈએ. દીકરીને પણ દીકરાની જેમ ઉચ્ચ શિક્ષણ આપી પગભર બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. જો દીકરી ભણેલી ગણેલી હશે તો, તેના થકી સમાજને એક નવો રાહ મળશે. તેના થકી તેના પરિવારનું ગૌરવ તો વધશે જ, પણ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં તે પુરુષ સમોવડી બની પરિવારને બધી રીતે ટેકો પૂરો પાડી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud