• સવારે 9.46 કલાકની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 4.3
  • કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયુ છે.
  • ગતરાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો

#Kutch - 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ, લોકો ઘરની બહાર દોડી ગયા

WatchGujarat કચ્છ પંથકમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આશરે 9.46 કલાકની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 4.3ની હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયુ છે. ઘટનાને પગલે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પણ લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. #Kutch

જાણવા મળતી વિગતો અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 4 કરતા વધુની હોવાથી કચ્છનાં મોટાભાગના વિસ્તારોમાં આંચકોનો અનુભવ થયો છે. ખાવડાથી ઇસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ 26 કિમી ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. તો ખાવડામાં કેન્દ્રબિંદુ હોવાને લઈ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપની અસરો જોવા મળી છે. જો કે સૌથી વધુ તીવ્રતા કચ્છનાં ભૂજ આસપાસનાં વિસ્તારોમાં નોંધાઇ છે. સાથે ગતરાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું. #Kutch

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં પણ સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાઇ ચુક્યા છે. પરંતુ 4થી વધુની તીવ્રતા ઘણા સમય બાદ પ્રથમવાર જોવા મળી છે.

More #4.3 magnitude #earthquake #people #rushed #out #of-the-house #Kutch #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud