શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળી આવ્યું
બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે
કેટલાક મહિનાઓ પૂર્વે જંગલેશ્વર વિસ્તારમાં RMC ટીપરવાનમાંથી કચરો અલગ કરતા એક નવજાત શીશુ મળી આવ્યું હતું
WatchGujarat. શહેરમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક નિર્દય માતાએ પોતાના નવજાત બાળકને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રેઢું મૂકી દીધું હતું. જોકે એક શ્વાન આ બાળકને મોઢામાં લઈને જતું હતું ત્યારે જ એક ટ્રેક્ટર ચાલકની નજર પડતા તેણે આ નવજાતને બચાવી પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને માસુમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી તેના પરિવારને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_1421347" align="aligncenter" width="1600"] Newly Born Baby Found Rajkot Industrial Area[/caption]
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળી આવ્યું હતુ. અહીંથી પસાર થતા સમયે ટ્રેકટર ચાલકની નજર શ્વાન પર પડતા બાળકને તેના મોં માંથી છોડાવીને બાળકને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી. તેમજ બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું તેને લઈને તપાસ હાથ ધરી છે. સાથે પરિવારજનોની શોધખોળ શરુ કરવામાં આવી છે.
બાળકના પરિવારને શોધવા માટે તાલુકા પોલીસ દ્વારા 10 દિવસમાં જન્મેલા બાળકો અંગે હોસ્પિટલમાંથી માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાંખી પરિવારજનો નીકળી ગયા હતા. અને પીધેલી હાલતમાં માસુમનાં સ્વજનોએ તેને ત્યજી દીધું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જો કે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પૂર્વે જંગલેશ્વર વિસ્તારમાં RMC ટીપરવાનમાંથી કચરો અલગ કરતા એક નવજાત શીશુ મળી આવ્યું હતું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલા નવજાત શીશુને જોઇને સ્થાનિક રહીશો ભેગા થઇ જતા આ અંગે ભકિતનગર પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તેનો પતો લાગ્યો નથી ત્યાં વધુ એક આવી ઘટના સામે આવતા માનવતા મરી પરવારી હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે.