• 31-ડિસેમ્બર નજીક આવતાની સાથે જ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ગાંજો, હેરોઇન અને ગેરકાયદે હથિયારો ઝડપાઈ રહ્યા છે.
  • ગુંદા ગામ નજીકથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપી પડી 31st ની પાર્ટીનાં રંગમાં ભંગ નાખ્યો છે.
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજીત 450 પેટી વિદેશી દારુનો જથ્થો ટ્રક સાથે ઝડપી પાડ્યો છે.

#Rajkot - તરસ્યાઓને 31st ડિસેમ્બર નો કાંટો ચડે તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

WatchGujarat  શહેર જાણે કે નશાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. 31-ડિસેમ્બર નજીક આવી રહી છે. તેમ તેમ રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ગાંજો, હેરોઇન અને ગેરકાયદે હથિયારો ઝડપાઈ રહ્યા છે. પોલીસ પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી રહી છે. હવે રાજકોટમાં તરસ્યાઓને 31st નો કાંટો ચડે તે પહેલાં જ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. #Rajkot #ક્રાઈમ બ્રાન્ચ

ગુંદા ગામ નજીકથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપી પડી 31st ની પાર્ટીનાં રંગમાં ભંગ નાખ્યો છે. અને કટિંગ થાય એ પહેલા જ પોલીસે રેડ કરી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજીત 450 પેટી વિદેશી દારુનો જથ્થો ટ્રક સાથે ઝડપી પાડ્યો છે.

થર્ટી ફર્સ્ટને હવે ખાસ દિવસો નથી બચ્યા. ન્યૂ યરની પાર્ટી દારુ વિના અધૂરી ગણાય તેવું માનનારો મોટો વર્ગ છે, ત્યારે તે વર્ગની દારૂની તરસ છુપાવવા બુટલેગરો દ્વારા હરિયાણા, રાજસ્થાન સહિતની જગ્યાઓ પરથી દારૂ મંગાવ્યું હતું, પરંતુ આ નશાખોરોનો રંગ જામે તે પહેલા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેમાં ભંગ નાખી દીધો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ દારૂ રાજકોટનાં ગુંદા ગામ નજીક ઉતરવાનો હોવાની બાતમીનાં આધારે રેડ પડી હતી. અને દારૂનું કટિંગ થાય એ પહેલા જ પોલીસે 450 પેટી દારૂ સાથે ઇસ્મોને ઝડપી પડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #Rajkot #ક્રાઈમ બ્રાન્ચ

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા અને 31stની પાર્ટીમાં દારૂની રેલમ છેલમને નાદવા ગુજરાતમાં ચુસ્ત અમલવારી માટે ગુજરાત પોલીસ ઉંધે માથે આવી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ અંગે જણાવ્યુ હતું કે, રાજકોટની તમામ બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ઝડપાસે તેના વિરુધ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

More #ક્રાઈમ બ્રાન્ચ #struck #31st December #seized #foreign-liquor #Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud