• અનેક પશુઓના મારણ થયા હોવાથી તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત
  • કોંગ્રેસનાં સભ્ય અવસર નાકીયાએ સરકારી બાંધકામમાં કરોડોનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો

#Rajkot - જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં સિંહનો મુદ્દો ઉછળ્યો, કરોડોનાં કૌભાંડનો કોંગી સભ્યનો આક્ષેપ

WatchGujarat  રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદ્દત આજે પૂર્ણ થાય છે. ત્યારે છેલ્લી સામાન્ય સભા મળી હતી. જેમાં સિંહોનો મુદ્દો ઉછળ્યો હતો. તેમજ જિલ્લામાં સિંહોનાં ધામા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ અનેક પશુઓના મારણ થયા હોવાથી તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. બીજીતરફ કોંગ્રેસનાં સભ્ય અવસર નાકીયાએ સરકારી બાંધકામમાં કરોડોનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો હતો. #Rajkot

આજે સામાન્ય સભા બાદ પદાધિકારીઓની ચેમ્બરમાં તાળા લાગી ગયા છે. તેમજ હવે જિલ્લા પંચાયતમાં વહીવટદાર શાસન લાગુ થશે. આ સામાન્ય સભામાં વિવાદ ટાળવા માટે વર્ષ 2021-22નું અંદાજપત્ર નવી ચૂંટાયેલી બોડી ચર્ચા કરીને મજૂર કરે તેવું સર્વાનુમતે નક્કી કરાયું હતું. જેને લઈ 2021-22ના અંદાજપત્રને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2020-21નું સુધારા બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી 1 સભ્યનું અવસાન થતાં કુલ 35 સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ છે. જેથી આજથી પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી ગયા છે. આ સાથે જ તેમની પાસેથી તેના ગાડી-બંગલા પણ લઈ લેવામાં આવશે. હાલમાં વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી ચાર્જ સંભાળશે.#Rajkot

આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયાએ જણાવ્યું છે કે, આખરી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે યોજાય અને બધા સભ્યો છેલ્લી વખત એકબીજાને મળીને છૂટા પડે તે ઈચ્છનીય હોઈ વિવાદ થાય તેવા કોઇ નિર્ણયો કે ઠરાવો કરાયા નથી.

More #District Panchayat #General meeting #congress #Member alleges #lion #issue raised #Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud