ગત રોજ થી કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થયેલી ONLINE એક્ઝામમાં વિદ્યાર્થીને મુશ્કેલીઓ પડી રહી છે
બુધવારે સર્વર ખોટકાતા સ્ક્રીન પર એરર દેખાઈ
વિદ્યાર્થી માટે ફરી એક્ઝામ લેવા માટેની બાંહેધરી અપાઈ
વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા રદ કરવાની માંગ કરી
WatchGujarat કોરોનાને કારણે શૈક્ષણિક ક્ષેત્ર મોટાપાયે અસરગ્રસ્ત થયું છે. વિદ્યાર્થીઓના હિતમાં MSU દ્વારા ONLINE એક્ઝામ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે કોમર્સ ફેકલ્ટીમાં ONLINE એક્ઝામ પહેલા સર્વર ખોટકાઈ ગયું હતું. જેને કારણે સ્ક્રીન પર સવાલોની જગ્યાએ એરર દેખાઈ હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા અત્યાર સુધી એડમિશન તથા ATKTના ફોર્મ સહીતની પ્રક્રિયા ONLINE શરુ કરવામાં આવી છે. વર્ષ 2014 માં શરુ કરાયેલી ONLINE સિસ્ટમ કેટલી કારગર છે. તે અહીંયા ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનેતાઓ સારી રીતે જાણે છે. આજે પણ સમયસર પરિણામ જાહેર નથી થતા. આ MSU ની ONLINE સિસ્ટમનો એક ભાગ છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓના હિતમાં ONLINE એક્ઝામ લેવાનો નિર્ણય યુનિ. તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. ONLINE એક્ઝામ પહેલા લેવાયેલા મોકટેસ્ટમાં અનેક છબરડા સામે આવ્યા હતા. જો કે સિસ્ટમમાં જરૂરી સુધારા બાદ ONLINE એક્ઝામ હેમખેમ પુરી થઇ હતી.
યુનિ તંત્ર દ્વારા ONLINE એક્ઝામનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે. હાલ કોમર્સ ફેકલ્ટીમાં ONLINE એક્ઝામ ચાલી રહી છે. દરમિયાન બુધવારે B.comના સેમેસ્ટર -5 અને M.comના સેમેસ્ટર - 3ની ONLINE એક્ઝામ દરમિયાન સિસ્ટમ ઠપ થઇ ગઈ હતી. જેને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન લોગઈન કરવાથી લઈ એક્ઝામમાં ભાગ લેવા સુધીની સમસ્યા નડી હતી. ગઈ કાલે યોજાયેલી ONLINE એક્ઝામમાં પણ સર્વરના ધાંધિયા હતા. જેને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. જો તેને ધ્યાનમાં લીધી હોત તો આજે સમગ્ર સર્વર ઠપ ન થયું હોત. બુધવારે યોજાયેલી એક્ઝામનું પેપર 22 ડિસેમ્બરના રોજ પુનઃ લેવામાં આવશે. આવતી કાલે રાબેતા મુજબ પરીક્ષા ચાલુ રહેશે.
મુખ્ય સર્વર ખોટકાઈ જવાને કારણે સમસ્યા સર્જાઈ : MSU પૂર્વ UGS, રાકેશ પંજાબી
MSU ના પૂર્વ UGS રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, બુધવારે લેવાયેલી એક્ઝામમાં મુખ્ય સર્વર ખોટકાઈ જવાને કારણે સમસ્યા સર્જાઈ છે. આ અંગે યુનિ સત્તાધીશોને જાણ કર્યા બાદ તેમને જે લોકો ONLINE સિસ્ટમ ઠપ થવાને કારણે એક્ઝામ નથી આપી શક્યા તેઓને વધુ એક મોકો આપવાની બાંહેધરી આપી છે. ONLINE સિસ્ટમ ફેલ્યોરને કારણે કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દેવાય.
યુનિવર્સીટીના સર્વરમાં કોઈ પ્રોબ્લેમ નથી : યુનિવર્સીટી રજીસ્ટાર, કે એમ ચુડાસમા
પરીક્ષાના બીજા દિવસે વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓને લઇ યુનિવર્સીટીના રજીસ્ટાર કે એમ ચુડાસમા જણાવે છે કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. તેવા વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સીટીના સર્વરમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ હોવાથી સમસ્યા સર્જાય છે.