• સુંદરપુરાની સીમમાં આવેલી જમીનનો MOU થયો હતો
  • જમીન વેચીને મળેલા 72 કરોડ પૈકી ભાગીદાને 9 કરોડ ન ચુકવ્યા
  • 9 કરોડ રૂપિયા ન ચુકવનાર ભાગીદાર સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

#Vadodara ભાગીદારી પેઢીમા ખરીદેલી જમીન દુબઈના વ્યક્તિને રૂ.72 કરોડમાં વેચી હિસ્સાના 9 કરોડ ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ

WatchGujarat શહેરમાં કેલા એસોસિયેટ્સના બિલ્ડરે દુબઈના ટ્રેડીગના વેપારી સાથે મળી સુંદરપુરા ગામની સીમમાં આવેલી જમીન ભાગીદારી પેઢી ઊભી કરીને ખરીદી હતી. આ જમીનના તમામ પ્લોટ 72 કરોડમાં દુબઈની વ્યક્તિને વેચી દઈને ભાગીદારને નફા પેટે 9 કરોડ નહીં ચુકવીને છેતરપિંડી આચરવાની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. #Vadodara

મળતી માહિતી અનુસાર, શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા સલીમભાઈ મેમણ દુબઈ ખાતે જનરલ ટ્રેડિંગ કંપની ધરાવે છે. વર્ષ-2010 દરમિયાન તેમણે મિત્ર નિતેશકુમાર પટેલ(રહે, ઝવેરચંદ પાર્ક સોસાયટી, ઓ.પી રોડ) સાથે વાસણા ભાયલીરોડ ખાતે “કેલા એસોસિએટ્સ” નામની ભાગીદાર પેઢી ઉભી કરી હતી. જે પેઢી દ્વારા શહેર-જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ જમીનોનું અવેજ ચુકવી જમીનની ખરીદી કરી, તે જમીનોમાં જુદી-જુદી સ્કીમોમાં બાંધકામ કરીને તેનું વેચાણ કરી કરાર મુજબના નફા-નુકસાનની વહેચણી થતી હતી. #Vadodara

વર્ષ 2010માં સુંદરપુરા ગામની સીમમાં આવેલી બ્લોક નં-303 તથા 304 વાળી જમીનનોરૂ,100ના સ્ટેમ્પ પેપર ઉપર એમઓયું થયો હતો. જેમાં જાવેદભાઈ મેમણ અને સ્લિમ મેમણ બંને ભાઈઓનો 25 % હિસ્સો તથા નિતેશકુમાર પટેલનો 75 ટકાનું રોકાણ તથા નફા-નુકસાનનો હિસ્સો હતો. ત્યાર બાદ સુંદરપુરા ગામની સીમમાં આવેલા બ્લોક નં-303, 304, 305 અને 306 વાળી જમીનમાં બંને ભાઈઓના નફા-નુકસાનમાં 10-10 ટકાનો હક્ક હિસ્સો નક્કી કરવામાં આવ્યો હતો. જેના આધારે બ્લોક નં-303, 304, 305 અને 306 વાળી જમીનમાં જાવેદભાઈ મેમણનો 12.5 ટકા લેખે રૂપિયા 1.65 કરોડનું રોકાણ ચેક તથા રોકડ કર્યું હતું.#Vadodara

દરમિયાન વર્ષ-2017માં નિતેશકુમાર પટેલે સુંદરપુરાની આ જમીન ઉપરના પ્લોટ રૂ, 1215 ચોરસફૂટના ભાવે દુબઈ ખાતે રહેતા પંકજ ગાંધી નામના વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ વર્ષ 2010થી 2017 સુધી તમામ પ્લોટ વેચી દઈને 72 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જેમાંથી 12.5 ટકા લેખે નફા નુકસાનનો હક્ક હિસ્સો રૂપિયા 9 કરોડનો હિસાબ થયો હતો. જે આજ સુધી ચુકવવામાં આવ્યો ન હતો. જેથી આ મામલે સલીમભાઈ મેમણે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નિતેશકુમાર પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

More #Partnership #Firm #Sells land #Dubai man #FIR #J.P Road Police station #Vadodara #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud