• હાડકા અને સ્વિટી પટેલના બાળકના DNA સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા
  • 1 મહિના કરતા વધુ સમયથી લાપતા પી.આઇના પત્ની સ્વિટી પટેલની હજી સુધી કોઇ સગળ મળી હતી.
  • પોલીસે પી.આઇ અજય દેસાઇનો આજે પોલોગ્રાફી ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટની રાહ જોવાઇ રહીં છે.
  • પોલીસે સ્વિટી પટેલના બે વર્ષ પુત્ર અને પતિ અજય દેસાઇના DNA લીધા
Sweety Patel, Vadodara Karjan
Sweety Patel, Vadodara Karjan

WatchGujarat. વડોદરા ગ્રામ્યના ચકચારીત સ્વિટી પટેલ લાપતે મામલે રોજે રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. તેવામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા દહેજના અટાલી ગામના અવાવરૂ મકાનમાંથી બળેલી હાલતમાં હાડકા મળી આવ્યાં હતા. જે હાડકા પોલીસે ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપ્યાં હતા. જેનો રિપોર્ટ આવતાં હાડકા મધ્યમ અને યુવાન વયની વ્યક્તિના હોવાનુ સામે આવ્યું છે. જેથી પોલીસે હવે બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાના સેમ્પલ DNA ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપ્યાં છે. વધુમાં આજરોજ પોલીસ દ્વારા પી.આઇ અજય દેસાઇનો પોલોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ દરમિયાન હડકા જે સ્થળેથી મળ્યાં હતા, તેની આસપાસમાં જ SOG પી.આઇ અજય દેસાઇનુ મોબાઇલ લોકેશન મળી આવ્યું હતુ.

રાજ્યભરમાં બારે ચકચાર મચાવી રહેલા સ્વિટી પટેલ ગુમ મામલે પોલીસ તપાસમાં હવે મોટ ઘટસ્ફોટ થયો છે. રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા SOG પી.આઇ અજય દેસાઇના પત્ની સ્વિટી પટેલ છેલ્લા 1 મહિના કરતા વધારે સમયથી ગુમ છે. ત્યારે જિલ્લા પોલીસના ઉચ્ચઅધિકારી સહિત સમગ્ર ટીમ સ્વિટી પટેલની સગળ મેળવવામાં લાગી છે. તેવામાં થોડા દિવસો પહેલા પોલીસે તપાસ દરમિયાન દહેજ સ્થિતિ અટાલી ગામના અવાવરૂ મકાનમાંથી બળી ગયેલી હાલતમાં હાડકા મળી આવ્યાં હતા. પ્રથમ દ્રષ્ટિએ હાડકા માનવીના હોવાનુ મનાઇ રહ્યું હતુ. પરંતુ ખરાઇ કરવા માટે બળી ગયેલા હાલતમાં મળેલા હાડકા પોલીસે ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપ્યાં હતા.

આજરોજ બળી ગયેલા હાડકાનો ફોરેન્સિક રિપોર્ટ આવતાં, હાડકા મધ્યમ અને યુવા વયની વ્યક્તિના હોવાનુ સામે આવ્યું છે. જેથી પોલીસે હાડકાની ઓળખ છતી કરવા સ્વિટી પટેલના બે વર્ષ બાળકના DNA લઇ તપાસ પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ પી.આઇ અજય દેસાઇને પોલીગ્રાફી ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીગ્રાફી ટેસ્ટ કરાવી હવે તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહીં છે.

 

 

 

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud