WatchGujarat. સામાન્ય રીતે દરેક ઋતુ કરતા ચોમાસાની ઋતુમાં વાળ અને સ્કિનની કાળજી રાખવી ખુબ જરૂરી બની જાય છે. ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે જે તમારી સ્કિન અને વાળને લઈને સૌથી મોટી પરેશાની ઉભી કરે છે.
જેને પગલે ઓઈલી સ્કિન વાળા લોકો ચોમાસાની ઋતુમાં સૌથી વધુ હેરાન થાય છે, કારણ કે આ ઋતુમાં ભેજ ત્વચા સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે.જોકે આજે અમે તમારી માટે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે જેને આજમાવી તમે સમસ્યાઓથી બચી શકો છો.
આજે અમે તમને બતાવીશુ કે સામાન્ય ઘરેલુ વસ્તુઓથી આપ ચોમાસાની ઋતુમાં ઓઈલી સ્કિનની સમસ્યાથી કેવી રીતના છુટકારો મેળવી શકો છો.
ચણાનો લોટ અને લીંબુ
એક આખા લીંબુનો રસ લો. તેમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આને કારણે ચહેરા પર તેલની સમસ્યા નહીં રહે અને ભેજને કારણે ચહેરો ચીકણો નહીં થાય.
નવશેકું પાણીથી ચહેરાને ધોઈ લો
જો તમે તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોશો , તો ત્વચાના છિદ્રોમાં એકઠા થતી ગંદકી સાથે તેલ પણ દૂર થઈ જશે. આને કારણે ત્વચામાં લોહી અને ઓક્સિજનનો સારો પુરવઠો મળશે, જે પિમ્પલ્સની સમસ્યાથી બચાવે છે.
કાકડી
કાકડીઓ ગોળાકારમાં પાતળા કાપી નાંખો. રાત્રે અને બપોરે ચહેરો ધોયા પછી તેમને ચહેરા પર રાખો. અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઈ લો. કાકડી ચહેરા પરથી તેલ કાઢી નાખશે સાથે સાથે તેને ઠંડુ કરશે, જેથી ફોલ્લીઓ કે ખંજવાળની સમસ્યા ન થાય.
મુલતાની માટી અને ગુલાબજળ
એક ચમચી મુલતાની માટીને બે ચમચી ગુલાબજળ સાથે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અડધો કલાક લગાવો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો. આનાથી ચહેરા પર એકઠી થતી ગંદકી સાફ થઈ જશે, સાથે જ પિમ્પલ્સ, ખીલ, ઘાટા ડાઘ, શુષ્કતા વગેરેની સમસ્યા પણ દૂર થઈ જશે.
મધ અને ખાંડ
મધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરો અને તેની સાથે ચહેરો સ્ક્રબ કરો. સ્ક્રબિંગની આ પદ્ધતિ ત્વચાને ઊંડાણથી સાફ કરશે, જે ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર રાખવા માટે જરૂરી છે.