ભરૂચમાં મક્તમપુરના નર્મદા બંગ્લોઝ ખાતે આઠમા નોરતે બનેલી ઘટના
સોસાયટીમાં યુવતી માતા અને ભાઈ સાથે ગરબા રમવા ગઈ હતી, બન્ને વિરૂદ્ધ સી ડિવિઝનમાં ફરિયાદ
WatchGujarat. નવરાત્રીમાં હીરોગીરી મારવા ગયેલા બે રોડ સાઇડ રોમીયો સામે યુવતીએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભાઈ અને માતા સાથે ગરબા રમવા ગયેલી યુવતીની બે યુવાનોએ આતી ક્યાં ખંડાલા કહી છેડતી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી હીરોગીરી ઉતારવા બન્ને યુવાનોની તપાસ હાથ ધરી છે.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં નર્મદા બંગ્લોઝ સોસાયટી ખાતે રહેતી યુવતી તેની માતા અને ભાઇ સાથે સોસાયટીમાં ગરબા રમવા ગઇ હતી. તે વેળાં માતાજીની આરતી સમયે વિસ્તારના બે યુવાનોએ યુવતનીને આતી ક્યાં ખંડાલા કહી છેડતી કરી રહ્યાં હતાં. જેના પગલે તેના ભાઇએ તેમને ઠપકો આપવા જતાં બન્નેએ તેના ભાઇ સાથે ઝપાઝપી કરી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મક્તમપુર ગામે આવેલાં નર્મદા બંગ્લોઝ ખાતે રહેતી મૈત્રી ધર્મેન્દ્રસિંહ રાજ તેની માતા અને ભાઇ યુવરાજસિંહ સાથે સોસાયટીમાં થતાં ગરબામાં ગયાં હતાં. ગરબા સ્થળે આરતી ચાલી રહી હતી ત્યાં તેઓ ઉભા હતાં. તે વેળાં વિસ્તારમાં જ રહેતાં નિલેશ પ્રકાશ રામરાજ તેમજ રવિ વિનોદ અજમેરી તેની પાછળ ઉભા હતાં. તે વેળાં રવિએ આતી ક્યાં ખંડાલા કહી યુવતીની છેડતી કરી હતી.
જે તેના ભાઇએ જોઇ જતાં તેણે તેને ઠપકો આપવાં જતાં રવિ અને તેના સાગરિત નિલેશે તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત તેની માતાને ધક્કો મારી પાડી દીધી હતી. જતાં જતાં તેમણે યુવરાજસિંહ તેમજ તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.
- ભરૂચમાં મક્તમપુરના નર્મદા બંગ્લોઝ ખાતે આઠમા નોરતે બનેલી ઘટના
- સોસાયટીમાં યુવતી માતા અને ભાઈ સાથે ગરબા રમવા ગઈ હતી, બન્ને વિરૂદ્ધ સી ડિવિઝનમાં ફરિયાદ