• અંકલેશ્વરના તરિયા ગામના પાટિયા પાસે પૂર્વ પ્રેમીને આંતરી માથા, હાથ, પગ અને મોઢા ઉપર ધારીયાના ઉપરા છાપરી ઘા ઝીંકાયા
  • કોરોના વોરિયર્સ તરીકે જીવ બચાવનાર નર્સનો પ્રેમ જ પ્રથમ પ્રેમી માટે જીવલેણ સાબિત થયો
  • ફિલ્મી કહાની જેમ બીજા ગામે કરીયાણુ લેવા જતા સતીષ વસાવાએ બમ્પર પાસે ગાડી ધીમી પાડતા જ રાકેશ વસાવાએ ઘેરી લીધો

WatchGujarat. કોરોના કાળમાં જીવન બચાવનારી વોરિયર્સ એવી નર્સ જ 2 મિત્રો વચ્ચે દુશ્મનનીનું કારણ બની હોવાનો કિસ્સો અંકલેશ્વરથી (Ankleshwar) બહાર આવ્યો છે. નર્સના (Nurse) પેહલા પ્રેમી એવા મિત્રને બીજા પ્રેમીએ તરિયા ગામના પાટિયા પાસે અન્ય 6 સાથીદારોની મદદથી આંતરી ધારીયાના ઉપરા છાપરી ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી દેવાઈ છે.

મૃતક સતીષ વસાવા
મૃતક સતીષ વસાવા

અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના તરીયા ગામે એક નર્સ યુવતીના 2 પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક વર્ષ પહેલાંની દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી. નર્સના વર્તમાન પ્રેમી તથા તેના 6 જેટલા સાથીદારોએ મળી યુવતીના પૂર્વ પ્રેમીનો કાંટો કાઢી નાખતા અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ankleshwar, Tariya Village

કોરોના કાળની બીજી લહેર ભરૂચ જિલ્લામાં જેટલી ઘાતક હતી તેટલી જ પ્રેમ, આડા સંબંધો, વહેમ, રૂપિયાની લેતી દેતી ને લઈ લોહિયાળ પણ સાબિત થઈ હતી. જિલ્લામાં આપઘાત, હત્યા, લૂંટની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી હતી. અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે રહેતા સતીશ વસાવા અને રાકેશ વસાવા વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતા હતી. પરંતુ આ બને મિત્રોની વચ્ચે એક યુવતી આવી ગઈ હતી.

નર્સનું કામ કરતી દિવ્યા નામની યુવતી બન્ને મિત્રોને ગમવા લાગી હતી. દિવ્યાના સતીશ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા જો કે થોડા જ સમયમાં આ પ્રેમ સંબંધોનો અંત આવ્યો અને દિવ્યાએ રાકેશ સાથે પ્રેમ પ્રકરણ શરુ કર્યું હતું. અને ત્યારથી બન્ને મિત્રો વચ્ચે ઉભી તિરાડ પડી હતી.

Ankleshwar, Tariya Village
Ankleshwar, Tariya Village

નર્સ પ્રેમિકાને લઈ પ્રથમ અને બીજા પ્રેમી દોસ્ત મટી એકબીજાના શત્રુ બની ગયા હતા. આ અંગેની રીસ રાખી રાકેશ વસાવાએ શુક્રવારે સજોદ ગામ પાસે પોતાના મળતિયાઓ સાથે પહોચી જઈ સતીશને રોક્યો હતો. સજોદ ગામે ગાડી લઈ સતીષ વસાવા કરીયાણાનો સમાન લેવા જઈ રહ્યો હતો ત્યારે જ તરિયા ગામના પાટિયા પાસે બમ્પર આવતા ગાડી ધીમી પાડતા રાકેશ વસાવા અને અન્ય 6 જેટલા માસ્ક પહેરેલા લોકોએ તેને ઘેરી લીધો હતો.

સતીષ વસાવાના માથા, મોઢા અને હાથ, પગ ઉપર ધારિયાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. સતીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud