• ગત સપ્ટેમ્બર મહિનામાં ભાજપના કાઉન્સીલર હિરેન પટેલની વાહનની ટક્કરે હત્યા કરાઇ હતી.
  • હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પોલીસ તપાસમાં નિષ્ફળ સાબીત થયો
  • હિરેન પટેલની હત્યા કરવા માટે પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાએ સોપારી આપી હોવાનુ સામે આવ્યું
  • હિરેન પટેલ હત્યા મામલે ફરાર આરોપીઓને ઝડપી લેવા બે દિવસ અગાઉ ગૃહમંત્રીએ ATSને આદેશ આપ્યા હતા
ઝાલોદ BJP કાઉન્સીલર હિરેન પટેલની હત્યા રાજકીય ષડયંત્ર, ગુજરાત ATS એ ઇમરાનની હરિયાણાથી ધરપકડ કરી
આરોપી ઇમરાન ઉર્ફે ઇમ્મુ – ફાઇલ તસ્વીર

WatchGujarat. ઝાલોદ ભાજપના કાઉન્સીલર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસ (Gujarat ATS)ની તપાસમાં મોટો ખુલાસા થયો છે. કાઉન્સીલરની હત્યા કોઇ અંગત અદવાત નહીં પરંતુ રાજકીય ષડયંત્ર હોવાનુ સામે આવ્યું છે. જેમાં પૂર્વ સાસંદ બાબુ કટારાના પુત્ર અને કોંગ્રેસ MLA ભાવેશ કટારાના ભાઇ અમિત કટારાની સંડોવણી બહાર આવી છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા ઇમરાન ઉર્ફે ઇમુ ગુંડાલાની ગુજરાત ATS દ્વારા હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. #BJP

ગત સપ્ટેમ્બર મહિનામાંથી ઝાલોદ ભાજપના કાઉન્સીલર હિરેન પટેલની હત્યા કરી રોડ અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા હિરેન પટેલનુ મોત અકસ્માતમાં નહીં પરંતુ હત્યા કરાઇ હોવાનુ બહાર આવ્યું હતુ. આ મામલે પોલીસે અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. હિરેન પટેલની હત્યા શા માટે કરવામાં આવી તે પોલીસ તપાસમાં સ્પષ્ટ થતુ ન હતુ. જેથી બે દિવસ અગાઉ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હિરેન પટેલના પરિવારની મુલાકાત લઇ ગુજરાત એટીએસને ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા સુચના આપી હતી.#BJP

ઝાલોદ BJP કાઉન્સીલર હિરેન પટેલની હત્યા રાજકીય ષડયંત્ર, ગુજરાત ATS એ ઇમરાનની હરિયાણાથી ધરપકડ કરી
હિરેન પટેલ

ગૃહમંત્રીની સુચના બાદ ATS ટીમ હિરેન પટેલ હત્યા કેસના ફરાર આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ગુંડાલાની શોધામાં લાગી હતી. દરમિયાન ઇમરાન હરિયાણામાં હોવાનુ જણાતા સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ATS એ ઝડપી પાડેલા ઇમરાન ઉર્ફુ ઇમુની પ્રાથમિક પુછતાછ હાથ ધરી હતી. જેમાં હિરેન પટેલની હત્યા એક રાજકીય ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે.#BJP

હિરેન પટેલની હત્યા કરવા માટે અમિત કટારાએ અજય કલાલ અને ઇમરાન ઉર્ફે ઇમુ સાથે મળી ગોધરાકાંડના આરોપી ઇરફાન પાડાને અંદાજે રૂ. 4 લાખની સોપારી આપી હતી. ત્યારબાદ ઇરાફન પાડા પેરોલ પર છુટીને બહાર આવતા ઇમરાને હિરેન પટેલનુ ઘર બતાવ્યું હતુ. ઇમરાનની ધરપકડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાએ હિરેન પટેલની હત્યાનુ કાવતરૂ રચ્યું હોવાનો ખુલાસો થયો છે.#BJP

આમ ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાએ ઇમરાન ઉર્ફે ઇમુ સાથે મળી હિરેન પટેલની હત્યાનુ કાવતરૂ રચ્યું હતુ. જેને ગોધરાકાંડના આરોપી ઇરાફન પાડા સહીત અન્ય ગુનેગારોએ અંજામ આપ્યો હતો. હિરેન પટેલ હત્યા કેસમાં અન્ય કોઇ રાજકીય આગેવાનોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

More #BJP #political #leader #murder case #conspiracy #Jhalod #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud