• ભોજબાજોએ ખોટા દસ્તાવેજ બનાવી જમીન ખરીદનારને અંધારામાં રાખી બેન્કમાંથી ત્રણ લાખની લોન મેળવી હતી
  • ચીફ જ્યુડિશિયલ કોર્ટ ચારેય ભોજાબાજોને સાત વર્ષ ની સખત કેદની સજા અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા ફટકારી
  • કોર્ટના ચુકાદાને પગલે જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો


હાલોલ. તાલુકાના છબાપુરા ગામે આવેલ રે.સર્વે નંબર 62 ની જમીન પોતાની ન હોવા છતાં ચાર ભેજાબાજો એ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચી છેતરપિંડી કરી છે. ભોજાબાજોએ ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન ખરીદારને અંધારામાં રાખી તેને દસ્તાવેજ કરી આપ્યા હતા. ત્યારબાદ તેના નામના ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી દસ્તાવેજ હાલોલનીં કોર્પોરેશન બેંકમાં તારણમાં મૂકી ત્રણ લાખની લૉન લઇ જમીન ખરીદાર અને બેંક સાથે વિશ્વાસઘાત.છેતરપિંડી કરતા ચાર ભોજબાજ વિરુદ્ધ હાલોલ શહેર પોલિસ મથકે ગુનો નોંધાતા ફરિયાદ નોંધાઈ હતી.

પોલિસે ફરિયાદના આધારે તપાસ કરી પુરાવા સહિતની ચાર્જશીટ હાલોલ એ ડી ચીફ જ્યુડિશિયલ કોર્ટ માં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલોની દલીલોની રજૂઆતો બાદ ચારે આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. જેથી ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતોની જમીન પડાવી લેતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બનાવ ની વિગતો મુજબ હાલોલ કોર્પોરેશન બેંકમાં ગત તા.3 જુલાઈ 2017 થી તા. 10 નવેમ્બર 2017 દરમિયાન સુનિલ મહેન્દ્ર મેહતાએ (રહે,રેણાં મોરવા), કિરણસિંહ ઉર્ફે ટીનો જસવંતસિંહ પરમાર (રહે, છબાપુરા.હાલોલ), સાદિક ઉર્ફે ઘોઘંબા વાળા અબ્દુલ ઘાચી (રહે, બાદશાહબાવાની દરગાહ હાલોલ) અને ગણપતસિંહ કેસરિશીહ પરમાર (રહે છબાપુરા હાલોલ)ના એ છબાપુરા રે.સર્વે ન 62 ની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી મંગાભાઈ સામલ ભાઈ રાઠવા અને રિમલાભાઈ નાનસિંગ રાઠવાને ત્રણ લાખ માં વેચી દીધી હતી. ત્યારબાદ બનાવટી દસ્તાવેજ સાથે ખોટા આધાર કાર્ડ બનાવી બેંક માંથી ત્રણ લાખની લોન લઈ થોડા સમય બાદ ખેડૂતની સંમતી વગર લોન ભરપાઈ કરી દઈ પૂર્વઆયોજીત કાવતરું રચવા સબબ કોર્પોરેશન બેંકે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પોલિસે તપાસ દરમિયાન ચારેય ભોજબાજોની ધરપકડ કરી કાર્યવાહી કરી કોર્ટમાં પુરાવા સહિતની ચાર્જશીટ રજૂ કરતા સરકારી વકીલ વી.એલ ડામોર અને વી.ડી.ભટ્ટની રજૂઆતો બાદ હાલોલ એડી.ચીફ.જ્યુડિશિયલ જજ એચ.એન.રામાવત સાહેબે ચારેવ આરોપીઓને સાત વર્ષ ની સખત કેદ ની સજા અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો જમીન માફિયાઓ સામે લાલબત્તી સમાન ચુકાદો આપ્યો હતો. જેથી જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સજા પામેલાઓ પેકી સાદિક ઉર્ફે ઘોઘંબાવાળા અને ગણપત કેસરિશીહ પરમાર જામીન પર છુંટેલા હોય બન્ને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી માં લેવાનો પણ હુકમ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud