• નવરાત્રી પર્વ શરુ થવાને ઓછા દિવસો બાકી હોવાથી મહાકાળી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે
  • સિક્યુરિટી ગાર્ડે નિયમનું પાલન કરાવવા જતા માઇ ભક્ત સાથે બોલાચાલી થઇ હતી
  • ઉશ્કેરાયેલા લોકોએ સિક્યુરિટી ગાર્ડને નારિયેળ મારી ઈજાગ્રસ્ત કર્યા

પાવાગઢ મંદિર ચોકમાં મંદિર ના પગથીયા પાસે અમદાવાદના યાત્રાળુઓ ને ફરજ પર ના સિક્યુરિટી જવાને દીવો પ્રગટાવવાનીના પાડતા યાત્રાળુઓ અને ફરજ પર ના સિકયુરિટી જવાનો વચ્ચે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલા યાત્રાળુઓએ નજીક માં પડેલ નારિયેળ ના ઢગલા માંથી છૂટ્ટા નારીયેલો મારી હુમલો કરતા એક સિકયુરિટી ગાર્ડ ને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘાયલ સિક્યુરિટી ગાર્ડને હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના અંગે પાવાગઢ પોલીસે બે હુમલા ખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પાવાગઢ માં મોટી સંખ્યા માં યાત્રાળુઓ આવતા હોય છે. કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન વધે માટે મંદિર ટ્રસ્ટ દવારા મંદિર માં ચડાવાતા નારિયેળ પ્રસાદ ચુંદડી લઈ જવાપર પ્રતિબંધ લગાવાયો છે. મંગળવારે સાંજે પાવાગઢ મંદિરના પગથિયા પાસે મંદિર દ્વારા મુકાયેલ ખાનગી સિકયુરિટી ના જવાનો ફરજ પર તૈનાત હતા. જવાનો દ્વારા નારિયેળ પ્રસાદ લઈ જતા યાત્રાળુઓ અટકાવી મંદિર માં હાલ નારિયેળ પ્રસાદ લઈ જવાની મનાઈ હોય ચોક માં જ મૂકી દેવાની ફરજ પડાવતા હતા.

દરમિયાન અમદાવાદ બાપુનગર ના જ્યેન્દ્ર ધનજી દલવાડી અને લોકેશ પૂનમ વછેરા મંદિર ના પગથિયાં પાસે દીવો પ્રગટાવવા જતા ફરજ પર ના સિક્યુરિટી ગાર્ડ મુકેશ ભભોર. અસ્વીન પરમાર અને પ્રવીણ રાઠોડએ અટકાવ્યા હતા. જ્યાં જ્યેન્દ્ર દલવાડી અને લોકેશ વાંછૅરા અને સિક્યુરિટી જવાનો વચ્ચે ઝઘડો થતા યાત્રાળુઓ એ ઝપાઝપી કરી નજીક માં પડેલ નારિયેળના ઢગલા માંથી નારીયેલો ઉઠાવી ઉઠાવી સિક્યુરિટી જવાનો પર મારો ચલાવતા અફરા તફરી સર્જાઈ હતી.

બનાવના પગલે આસપાસના દુકાનદારો આવી યાત્રાળુઓ ને મારમારતા અટકાવવ્યા હતા. હુમલામાં સિક્યુરિટી જવાન પ્રવીણ રાઠોડ ને વધુ ઈજાઓ પહોંચતા તેને 108 દ્વારા હાલોલની રેફરલ હોસ્પિટલ માં લાવી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે. બનાવ અંગે પાવાગઢ પોલીસે જ્યેન્દ્ર દલવાડી અને લોકેશ વછેરા વિરુદ્ધ ગુન્હો અટકાયત કરી આટોપીઓ નો તાજપુરા કોવિડ હોસ્પિટલ માં કોવિડ ટેસ્ટ કરાવતા બન્ને આરોપીઓ નો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો બન્ને ની વિધિવત ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !