• ઓઇલ ચોરી મામલે ત્રણ લોકો સામે ફરિયાદ 
  • IOCLના શશીકાંત શ્રી ઘનશ્યામ શર્મા દ્વારા ઓઇલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું

IOCLની લાઇનમાં વાલ્વ ફીટ કરી લાખોની કિંમતનું ઓઇલ ચોરી કરાયું
WatchGujarat. ત્રણ ઈસમોએ મળીને બાંસવાડા બાયપાસ હાઈવે રોડની બાજુમાંથી પસાર થતી IOCLની પાઇપલાઇનમાં વાલ્વ ફિટ કરી ડીઝલ ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. ઓઇલ ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના સુરેશભાઈ હીરાભાઈ બામણીયા (રહે-ગરબાડા તાલુકા, નળવાઇ ગામ) સંજયભાઈ માનાભાઈ ડામોર (રહે- ગાંગરડી ગામ) તથા કાંતિભાઈ ભીમાભાઇ બામણીયા (રહે-દાહોદ તાલુકા, દેલસર ગામ) ત્રણે જણાએ ભેગા મળીને ઓઇલ ચોરી કરી હતી. 23 નવેમ્બરમાં સવારે 7 વાગ્યા પહેલા બાસવાડા બાયપાસ રોડની બાજુમાંથી પસાર થતી IOCLની ડીઝલની પાઇપલાઇનમાં કાણું પાડી ડબલ વાલ ફિટ કરી લોખંડની પાઇપ સાથે જોડી દીધું હતું. લોખંડની પાઇપને નજીકમાં આવેલ ચામુંડા ઢાબા હોટલ સુધી જમીનમાં દાટી તે પાઇપ વડે IOCLની પાઈપલાઈનમાંથી રૂપિયા સાડા સાત લાખની કિંમતના આશરે બાર હજાર લીટર ડીઝલની ચોરી કર્યાનું સામે આવ્યું હતું.

IOCLની લાઇનમાં વાલ્વ ફીટ કરી લાખોની કિંમતનું ઓઇલ ચોરી કરાયું

IOCLના શશીકાંત શ્રી ઘનશ્યામ શર્મા દ્વારા ઓઇલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. કંપની સત્તાધીશો દ્વારા દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ 379, 285, 485, 114, તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ 3 તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ એક્ટ સુધારો 2011 ની કલમ મુજબ ગુનો નોંધી તે ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

More News #Dahod #IOCL #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud