• કોર્સની વધુ વિગત માટે વેબસાઇટ http://www.gujaratpharmacycouncil.org ની મુલાકાત લેવી
  • રીન્યુઅલ ફોર્મ તા. 31 માર્ચ, 2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાના રહેશે

ફરજિયાત

WatchGujarat. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અમદાવાદની યાદીમાં જણાવ્યા અનુસાર રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્સ કરવા ફરજિયાત છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન-2015 તા.15/11/2015 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જેના નિયમ નં. 4.2 પ્રમાણે દરેક રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્સ કરવા ફરજિયાત છે. રજિસ્ટ્રેશન રીન્યુઅલ વખતે રીફ્રેશર કોર્સના સર્ટીફીકેટની નકલ સામેલ કરવી ફરજીયાત છે. રીફ્રેશર કોર્સ માટે જે તે ફાર્માસીસ્ટે નજીકની ફાર્મસી કોલેજ અથવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના ફોન નં. (079)22681012 પર સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત રીફ્રેશર કોર્સની વિગતો માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ http://www.gujaratpharmacycouncil.org ની મુલાકાત લેવાની રહેશે.

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તમામ ફાર્માસીસ્ટ જેઓના રજિસ્ટ્રેશનની રીન્યુઅલની મુદત તા. 31 ડીસેમ્બર,2020 ના રોજ સમાપ્ત થતી હોય તેઓએ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટે નિયત ફોર્મ સાથે રીન્યુઅલ ફ્રી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને તા. 31 માર્ચ, 2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાના રહેશે. આ તારીખ પછી આવેલ ફીના આધારે કોઇપણ ફાર્માસીસ્ટનું રજિસ્ટ્રેશન રીન્યુ થઇ શકશે નહીં. જેઓનું રજિસ્ટ્રેશન આ પ્રમાણેરદ થાય તેઓને નિયમો અનુસાર રી-એન્ટ્રી કરાવવાની રહેશે. રીન્યુઅલ માટે નિયત ફોર્મ, રીન્યુઅલ ફી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તા.1 લી જાન્યુઆરીથી 31 માર્ચ, 2021 સુધી સોમવાર થી શુક્રવારના રોજ સવારે 11 થી 4 સુધી સ્વીકારવામાં આવશે તેમ રજીસ્ટ્રારશ્રી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

More #Pharmacy #refresher-course #ફરજિયાત #Compulsory #to-renew #registration #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud