• છેલ્લા દોઢ મહિનાથી ગુમ ચકચારી સ્વીટી પટેલ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકમાં ઉકેલી કાઢ્યો
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇનટરોગેશનમાં જ પી.આઇ અજય દેસાઇ ભાંગી પડ્યો અને કરી લીધી ગુનાની કબુલાત
  • સ્વીટી પટેલનુ ગળુ દાવી હત્યા કર્યા બાદ સવારે લાશને કારમાં મુકી દહેજના અટાલી ગામે લઇ જવામાં આવી હતી.
  • કરજણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચુંટણી લડેલા કિરીટસિંહ જાડેજાની પણ સંડોવણી બહાર આવી
  • અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર પ્રેમવિરસિંઘ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય માંડલીક અને એસીપી પી.ડી ચુડાસમાના નેજા હેઠળ સમગ્ર તપાસની કામગીરી કરવામાં આવી હતી.

WatchGujarat. રાજ્ય ભરમાં ચકચરા મચાવી રહેલા સ્વીટી પટેલ ગુમ મામલાની તપાસ 72 કલાક પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લીધી હતી. છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી ગુમ સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિષ્પક્ષ અને તટસ્ત તપાસ કરતા આખરે સ્વીટી પટેલ ગુમ નહીં પણ તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા, 4 જુનના રોજ પી.આઇ અજય દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાન રાત્રીના 12-30 વાગ્યાની આસપાસ અજય દેસાઇ આવેશમાં આવી ગયા અને તેમણે પત્ની સ્વીટી પટેલનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ સ્વીટી પટેલની લાશ આખી રાત (કરજણ, પ્રયોશા સોસાયટી)ના ઉપરના માળે આવેલા બેડરૂમમાં મુકી રાખી હતી.

બાદમાં ગતા 5 જુનના રોજ સવારે 10-45 વાગ્યાની આસપાસ પી.આઇ અજય દેસાઇ પોતાની કાળા રંગની જીપ કમ્પાસ કાર ઘરના કમ્પાઉન્ડમાં લાવી ઘરના દરવાજા સુધી લઇ આવ્યો હતો. ત્યારબાદ ઘરના બેડરૂમમાં પડેલી સ્વીટી પટેલની લાશ બ્લેનકેટમાં પેક કરી લાશને કારની ડીકીમાં મુકી દીધી હતી. ત્યાર પછી કારને બાજુના કમ્પાઉન્ડમાં મુકી દીધી હતી.

ફિલ્મી તરકટ રચવા માટે પ્લાન મૂજબ પી.આઇ અજય દેસાઇએ સ્વીટી પટેલના ભાઇ જયદીપને ફોન કરી કહ્યું, સ્વીટી પટેલ ગુમ થયા ગયા છે મળતા નથી. જયદીપભાઇને જાણ કર્યા બાદ અજય દેસાઇ સ્વીટી પટેલની લાશ કારમાં લઇ સાંજના 4 વાગ્યાની આસપાસ દહેજ સ્થિત અટાલી ગામના પાટીયા પાસે, જ્યાં કિરીટસિંહ જાડેજાની બંધ હાલતમાં પડેલી હોટલ આવેલી છે, તે સ્થળે પહોંચ્યો હતો.

અટાલી ગામ પહોંચ્યાં સ્વીટી પટેલની લાશનો નિકાલ કરવા માટે બંધ હોટલના પાછળના ભાગે ખુણામાં કારને લઇ જઇ ડીકીમાંથી સ્વીટી પટેલની લાશ કાઢી સળગાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે, આ અગાઉ વડોદરા જિલ્લા પોલીસ જે સમયે આ કેસની તપાસ કરી રહીં હતી. ત્યારે દહેજના અટાલી ગામે બંધ પડેલી કિરીટસિંહ જાડેજાની બંધ હોટલ પાસેથી સળગેલી હાલતમાં માનવીના હાડકા મળી આવ્યાં હતા. જોકે ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથમાં લેતા ફરી એજ સ્થળે પંચનામુ કરવામાં આવ્યું હતુ. સ્વીટી પટેલ ચકચારી કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંભાળ્યાના માત્ર 72 કલાકમાં ભેદ ઉકેલી કાઢી હત્યારા પતી પી.આઇ અજય દેસાઇ અને તેની મદદ પુરાવાનો નાશ કરનાર કિરીટસિંહ જાડેજા વિરૂધ હત્યા તેમજ અન્ય કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud