• પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

WatchGujarat. રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આજે બપોરના સમયે 16 વર્ષના તરુણની 4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા નિપજાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી.

જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. તરુણ ઉપર જીવલેણ હુમલો કરતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તરુણનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસમાં તરૂણના પિતા મનપાના કર્મચારી હોવાનું સામે આવ્યું છે. એકના એક પુત્રની હત્યાને લઈને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud