• કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જવાનો તૈનાત રહેશે
  • શહેર પોલીસે 15 પેટ્રોલિંગ રૂટ નકકી કર્યા છે
  • શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

WatchGujarat રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસોમાં વધારો થતા હોળી ધુળેટીનો તહેવાર શરતી મંજૂરી પર હોળી ધુળેટીનો તહેવાર ઉજવવાની છૂટ આપવાવમાં આવી છે. ત્યારે આજે સમગ્ર શહેરમાં હોલિકા દહન કરી તહેવાર ઉજવવામાં આવનાર છે જ્યારે આવતીકાલે સોમવારના રોજ ધુળેટી પર્વ છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ન વધે તેને ધ્યાનમાં રાખી ધુળેટી પર્વની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. સાથે આજે હોલીકા દહનની વિધિ મર્યાદિત લોકોની સંખ્યામાં ઉજવવાની રહેશે જે માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આજે હોલિકા દહન અને આવતીકાલ ધુળેટી પર્વને લઇ પોલીસ કમિશ્નરના જાહેરનામાની ચોક્કસ અમલવારી થાય માટે સમગ્ર શહેરમાં 600 જેટલા પોલીસ જવાનો સતત સુરક્ષા બંદોબસ્તમાં ખડેપગે રહેશે. હાલ રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ હોવાથી હોલીકા દહનની વિધિ રાત્રી કફર્યુ સમય પૂર્વે પુર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે અને આજના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ વિસ્તારમાં ગોઠવવા આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલ ધુળેટીનો પર્વ હોવાથી સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ જશે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે અને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે. હોળી-ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી છે. જેમાં બંદોબસ્ત માટે 350 પોલીસ અધીકારી-કર્મચારીઓ, SRPની બે કંપની અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો ફાળવાયા છે. ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે રહેશે.

મુખ્ય રસ્તાઓ કરતા રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગની જરૂર પડશે

કોરોના મહામારીના આ એક વર્ષમાં અનેક તહેવારો પ્રતિબંધો સાથે ઉજવાયા ત્યારે ઉત્સાહ અને ઉલ્લાસના રંગ પર્વ એટલે કે ધુળેટીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રંગે રમવા લોકો ઘેલા બને છે પરંતુ સરકારે રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકયો છે. મોટાપાયે થતા સામુહીક રંગોત્સવના એક પણ કાર્યક્રમને આ વર્ષે મંજૂરી આપવામાં આવી નથી જેની સામે શેરી-ગલીઓમાં આસપાસના લોકો એકઠા ન થાય તે માટે રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવાની ખુબ જરુર પડશે.

હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારની માર્ગદર્શિકા

28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud