• મંડળીનું ઉઠમણું થઇ જતાં રોકાણકારો રોષે ભરાયા છે.
  • 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઈ મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેન ફરાર

#Rajkot - શરાફી મંડળીએ 60 કરોડનું ફુલેકું ફેરવ્યું, ચેરમેન-વાઈસ ચેરમેન સહિતનાં સામે ફરિયાદ નોંધાઇ

WatchGujarat શહેરનાં શ્રીમદ્ ભવન ખાતે આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળી નામની શરાફી મંડળીનું ઉઠમણું થઈ ગયું છે. મંડળીનું ઉઠમણું થઇ જતાં રોકાણકારો રોષે ભરાયા છે. અને 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઈ ફરાર થનાર મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેન તેમજ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. #Rajkot

જાણવા મળતી વિગતો મુજબ, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી નાં 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી થઈ હોવાની ભકિતનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં મંડળીનાં ચેરમેન સંજય દુધાત્રા, વાઈસ-ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા કરોડો ઉઘરાવી ફરાર થઈ ગયાનું પણ જણાવાયું છે. મંડળીમાં 4200 રોકાણકારોના રૂ. 60 કરોડ રોકાયેલા હતા. લોકો મંડળી દ્વારા આપવામાં આવેલ રિસીપ્ટ લઈને ભકિતનગર પોલિસનો સંપર્ક કરે તેવી ભકિતનગર પોલીસ સ્ટેશનનાં PI દ્વારા અપીલ કરવામા આવી છે.#Rajkot

પોલીસનાં જણાવ્યા મુજબ, મંડળી રાતોરાત જ બંધ કરવાં કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા 80થી વધુ સભાસદો મંડળીની ઓફિસે આવી પહોંચ્યા હતા અને ઉઘરાણી બાબતે દેકારો મચાવતાં સ્થિતિ વણસી હતી. જ્યારે લોકડાઉન દરમિયાન મંડળી આર્થિક કટોકટીમાં મુકાઇ ગઇ હતી, જેથી કરીને સભાસદોને સમયસર નાણાં ન ચૂકવી શકતાં ધીમે ધીમે વાત એક બાદ એક સભાસદ સુધી પહોંચતાં લોકો સહકારી મંડળીની ઓફિસે આવી પહોંચી ગયા હતા. અને ઉઘરાણીને લઈ તેમણે દેકારો બોલાવ્યો હતો. ત્યારે મામલો તંગ બનતાં પોલીસે દોડી જઈને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

More #rajkot #60crore #fraud #by micro-finance #company #complaint #filed #against #chairman #vicechairman #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud