• પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધાઓ સાથે એઇમ્સ પામશે
  • ડિસેમ્બર 2021 સુધીમાં એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડીની સેવા શરૂ કરી દેવામાં આવશે
  • જરૂરી ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાલ ચાલુ

WatchGujarat. ગુજરાતની પ્રથમ એઇમ્સના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધાઓ સાથે એઇમ્સ નિર્માણ પામી રહી છે. ત્યારે આજે આ અંગે એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે કહ્યું હતું કે, આગામી ડિસેમ્બર 2021 સુધીમાં એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડીની સેવા શરૂ કરી દેવામાં આવશે. આ માટે 60 જેટલા નર્સિંગ ઓફિસરનો સ્ટાફ દિલ્હીથી આવશે. સાથે જ જૂન -2022માં અમે ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકાય તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ થાય તે તરફ હાલ અમારું ફોકસ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ નાઈટ શેલ્ટર પણ પૂર્ણતાને આરે છે. અને તેમાં ઓપીડી શરુ કરવામાં આવનાર છે. સાથે જ આયુષ બ્લોકની કામગીરી પણ ચાલી રહી છે. જ્યાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના જુદા-જુદા વિભાગની 30થી 50 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. બાદમાં એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. તેના માટે જરૂરી ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

ખંઢેરી સ્થિત એઈમ્સમાં એનેટોમી, એનેસ્થેસ્યોલોજી, કમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ડર્મેટોલોજી, એએનટી, ફોરેન્સિક મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, માઈક્રોબાયોલોજી, ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિકસ, પિડીયાટ્રીક્સ, પેથોલોજી, લેબ મેડિસિન, ફાર્માકોલોજી, રેડિયોલોજી, પલ્મોનરી મેડિસિન સહીતની 19 જેટલી ફેકલ્ટીઓમાં પ્રોફેસર્સની ભરતી માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને જનરલ તેમજ અન્ય કેટેગરીમાં એપ્લિકેશન કરવાની અપીલ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud