યુવતી CA-MBA કર્યું હોવાનું આવ્યું સામે
યુવતીની આસપાસ યુરિનના ટબ ભરેલા મળ્યા
WatchGujarat શહેરમાંથી વધુ એક શિક્ષિત યુવતી ઘરમાં પૂરાયેલી અવસ્થામાં મળી આવી છે. આ યુવતીને સાથી સેવા ગૃપના સભ્યો દ્વારા પોલીસની મદદથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે મેડિકલ રિપોર્ટ અનુસાર આ યુવતીએ છેલ્લા 8 દિવસથી કઈ ખાધું પીધું ન હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે સાથી સેવા ગૃપના સભ્ય જલ્પા પટેલે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.
જલ્પાબેનના જણાવ્યા મુજબ, સાથી સેવા ગૃપને બે દિવસથી શહેરના સાધુ વાસવાણી રોડ ખાતે આવેલા ઘરમાં આ યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ તેણીને બહાર કાઢવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ યુવતીના પરિવારજનો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. જે કારણે સોમવારના રોજ પોલીસની મદદ લઈને આ યુવતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
વધુમાં જલ્પાબેને કહ્યું હતું કે, આ યુવતીને જ્યારે ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે તેણીને જે રૂમમાં રાખવામાં આવી હતી. ત્યાં આસપાસ યુરિનના ટબ ભરેલા જોવા મળ્યા હતા. અને આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કોઈપણ ખુલાસો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં જ્યારે સાથી સેવા ગૃપે યુવતીને સારવાર આપવા માટે પરિવારજનોને જણાવ્યું ત્યારે પરિજનો દ્વારા સારવાર માટે આર્થિક સહાયની માગ કરી હતી. જે ખરેખર આશ્ચર્યજનક ગણી શકાય તેમ છે.