• ધોરાજી ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશ સાથે વાતચીત થઇ રહી હોવાનું સામે આવ્યું
  • શિસ્ત માટે જાણીતા ભાજપ પક્ષની આબરૂનાં ધજાગરા થયા

WatchGujarat ગુજરાતભરમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, જિલ્લા ભાજપનાં મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાને પાડી દેવો છે. આ વાતચીત તેઓ ધોરાજી ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશ સાથે કરી રહ્યા હોવાનું પણ સામે આવતા શિસ્ત માટે જાણીતા ભાજપ પક્ષની આબરૂનાં ધજાગરા થયા છે.

ઓડિયોક્લિપમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયા અને ધોરાજી ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશની વાતચીત સાંભળી શકાય છે. જેમાં સખીયા કહે છે કે, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાને પાડી દેવો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના નેતાઓને હરાવવાની વાત કરતી આ ઓડિયો ક્લીપ વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં આ અંગે ચર્ચા થઈ રહી છે. સાથે જ ડી.કે. સખિયાની વર્તમાન પ્રમુખ મનસુખ ખાચરીયા સામે નારાજગી સ્પષ્ટ પણે સામે આવી રહી છે.

આ અંગે સખીયાએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યા મુજબ, ઓડિયોક્લિપ 10 દિવસ અગાઉની છે અને નિલેશ દ્વારા જ વાઇરલ કરવામાં આવી છે. મેં પાર્ટીમાં કેટલો ભોગ દીધો છે અને કેટલી મહેનત કરી છે તેની નોંધ વર્તમાન પ્રમુખે લેવી જોઈએ. સખીયાનાં આ નિવેદનથી વર્તમાન પ્રમુખ મનસુખ ખાચરીયા સાથેના આંતરિક વિવાદને કારણે તેઓ પક્ષને નુકસાન કરવા તૈયાર હોવાનું પણ જણાઈ રહ્યું છે. ત્યારે હવે પક્ષ અને પ્રદેશ પ્રમુખ દ્વારા આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે. તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud