'સાફો' પહેરીને નિકળેલા ભાજપનાં ઉમેદવારો લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી
WatchGujarat કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને વોર્ડ નં. 8માં ભાજપનાં ઉમેદવારો લગ્નમાં પહેરાતો અને સૌરાષ્ટ્ર ની આગવી ઓળખ ગણાતો 'સાફો' બાંધીને મતદારોને રીઝવવા પહોંચ્યા હતા. સાથે જ ગળામાં કેસરિયો ખેસ નાખી લોકસંપર્ક કર્યો હતો. અને ભાજપને જંગી લીડ સાથે જીતાડવા અપીલ કરી હતી. જ્યારે આજે સાંજે ભાજપનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સભાઓ ગજવશે.
રાજકોટનાં વોર્ડ નંબર 8 ના ભાજપનાં ઉમેદવાર ડો. દર્શના પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિન પાંભર, અને બિપીનભાઇ બેરાએ કેસરી કલરનો સાફો પહેર્યો હતો. અને સાથે જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી તેઓ આ વોર્ડનાં વિસ્તારોમાં ફર્યા હતા. જ્યાં લોકો સાથે જ સીધો સંપર્ક સાધ્યો હતો. તેમજ ભાજપનાં શાસનમાં થયેલા વિકાસ કાર્યો જણાવી સમગ્ર વિસ્તારનો વિકાસ સાધવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી હતી. 'સાફો' પહેરીને નિકળેલા ભાજપનાં ઉમેદવારો લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે ભાજપનાં સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટ આવનાર છે. અને અહીં તેઓ જુદા-જુદા વિસ્તારોમાં લોકસંપર્ક કરીને બાદમાં ચાર જેટલી સભાઓનું સંબોધન પણ કરવાના છે. બીજીતરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ પણ આજે રાજકોટમાં ચાર સભાઓ સંબોધવાનાં છે. જેને લઈને શહેરમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે માથે કેસરિયો સાફો અને ગળામાં કેસરિયો ખેસ પહેરી ભાજપનાં ઉમેદવારોએ માહોલ ભાજપની તરફેણમાં કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.