કોરોનાનાં કપરા કાળ વચ્ચે આજે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટ આવી પહોંચ્યા
ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ઢોલ-નગારા સાથે કોરાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સની વાત તો દૂર અનેક લોકો માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા
WatchGujarat. શહેર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના શાંત પડ્યો છે. જેને લઈને સરકાર દ્વારા છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. જોકે નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ બધા નિયમો જાણે ભાજપનાં નેતાઓને લાગુ ન પડતા હોય તેમ અવારનવાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરવામાં આવે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે માસ્ક-સોશિયલ ડિસટન્સનાં ધજાગરા ઉડતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જાણવા મળતી વિગત અનુસાર, કોરોનાનાં કપરા કાળ વચ્ચે આજે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ઢોલ-નગારા સાથે કોરાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સની વાત તો દૂર અનેક લોકો માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતા. તો કેટલાક લોકોએ માસ્ક દાઢીએ લટકાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે હંમેશની માફક પોલીસ મુકપ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે શહેર અને રાજ્યમાં કોરોનાની બીજી લહેરે રીતસરનો હાહાકાર મચાવ્યો હતો. જેમાં અનેક લોકોને ઓક્સિજન માટે પણ ભારે દોડધામ કરવી પડી હતી. એટલું જ નહીં હોસ્પિટલો બહાર લાંબી લાઈનો લાગી હતી. અને કેટલાક લોકોએ તો લાઈનમાં જ દમ તોડ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગામી સમયમાં ત્રીજી લહેરની શક્યતા પણ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. ત્યારે નિયમોનું પાલન કરાવવાની મુખ્ય જવાબદારી જેના શિરે છે તેવા નેતાઓ જ નિયમોનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને આ નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે.