• ભારતનાં લગભગ દરેક જિલ્લામાં કોરોનાનાં પોઝીટીવ કેસ જોવા મળી રહ્યા છે.
  • રાજકોટ જિલ્લાનાં કુલ 595 ગામમાંથી આ 18 ટકા ગામ કોરોનાથી બચવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે.
  • ગામડાઓમાં સ્થાનિક સ્તરે રાખવામાં આવેલ સાવધાનીને દેશનાં અન્ય ગામ-શહેરોએ અનુસરવાની જરૂર છે.

WatchGujarat દેશ અને વિદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અને ભારતનાં લગભગ દરેક જિલ્લામાં કોરોનાનાં પોઝીટીવ કેસ જોવા મળી રહ્યા છે. પરંતુ રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ એવા છે કે જ્યાં નિયમોનાં ચુસ્ત પાલનને કારણે હજુ સુધી કોરોનાની એન્ટ્રી પણ થઈ નથી. રાજકોટ જિલ્લાનાં કુલ 595 ગામમાંથી આ 18 ટકા ગામ કોરોનાથી બચવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે. ત્યારે આ ગામડાઓમાં સ્થાનિક સ્તરે રાખવામાં આવેલ સાવધાનીને દેશનાં અન્ય ગામ-શહેરોએ અનુસરવાની જરૂર છે.

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, રાજકોટ જિલ્લાનાં 112 ગામોમાં શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં રાજકોટ તાલુકામાં 21 ગામડા, ઉપલેટા તાલુકામાં 16, વીંછીયા તાલુકામાં 16, પડધરી તાલુકામાં 13 તેમજ જસદણ તાલુકાના 12 ગામડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી. અને રાજકોટ જિલ્લાનાં આ તમામ ગામો અન્ય ગામો માટે આદર્શરૂપ બન્યાં છે. અને આગામી સમયમાં અન્ય ગામોમાં પણ આ પ્રકારે જ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અને 112 ગામોના સરપંચો તેમજ પ્રબુદ્ધ નાગરિકોની આ માટે મદદ લેવામાં આવી રહી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ તમામ ગામોમાં વસ્તી બહુ જ ઓછી છે. 500થી લઈને 1500 સુધીની વસ્તી ધરાવતા આ ગામો છે. તેમજ ગામ લોકો દ્વારા માસ્કથી લઈ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેથી કોરોનાને ગુજરાતમાં એક વર્ષ થયા છતાં પણ આ ગામડાઓમાં કોઈ કેસની એન્ટ્રી થઈ નથી. સાથે જ ગામના વૃદ્ધોને વેક્સીન આપવાની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. જેને લઈને આ તમામ ગામોમાં કોરોનાનો પ્રવેશ થવાની પણ શક્યતા નહીંવત છે.

કોરોનામુક્ત રહેલા ગામોની તાલુકા વાઇઝ વાત કરીએ તો રાજકોટ તાલુકામાં 21, વીંછીયા 16, ઊપલેટા 16, પડઘરી 13, જસદણ 12, કોટડાસાંગાણી 10, જામ કંડોરણા 6, લોધિકા 8, ગોંડલ 5, ધોરાજી 3, તેમજ જેતપુરનાં 2 ગામોનો સમાવેશ થાય છે.

આ તમામ ગામમાં લોકડાઉન સમયે માત્ર ગામના લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા. એક વર્ષથી ગામના વૃધ્ધોને કામ સિવાય બહાર નીકળવા દેવામાં આવ્યા નથી. એટલું જ નહીં ચૂંટણી સમયે લોકોના મેળાવડા કરવા દેવાયા ન હતા. આજે પણ સતત કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યુ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud