• દેશભરમાં દુધ, ગેસ, પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારો થતાં વિપક્ષ દ્વારા મોંઘવારીનો વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.
  • સાયકલ યાત્રામાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા.
  • મોંઘવારીનો વિરોધ કરનાર તમામ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી
rajkot congress protest
rajkot congress protest

WatchGujarat. દેશભરમાં પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવો અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા જનચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં યાજ્ઞિક રોડ ઉપર ‘મોંઘો ગેસ મોંઘું તેલ બંધ કરો લૂંટનો ખેલ’ સહિતનાં વિવિધ બેનરો સાથે સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે વિરોધ કાર્યક્રમમાં પણ પોલીસ ‘પાર્ટી’ બનીને ત્રાટકી હતી અને લોકશાહીમાં જાહેર વિરોધનો અધિકાર જ ન હોય તેમ મંજૂરી નહીં હોવાના નામે કોંગી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

rajkot congress protest
rajkot congress protest

સોમવારે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાની હેઠળ મોંઘવારીના બેનરો સાથે કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. સાયકલ યાત્રામાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા. સાથે  કોંગ્રેસના કાર્યકરોએ સાયકલ ઉપર ‘મોંઘી દાળ, મોંઘુ તેલ, બધો ભાજપનો ખેલ, એક તરફ કોરોનાનો માર ઉપરથી મોંઘવારીનો માર હવે કંઈક કરો સરકાર’ તેમજ ‘ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘુ તેલ’ જેવા બેનર્સ લગાવ્યા હતા. કોંગ્રેસની આ રેલી યાજ્ઞિક રોડથી ભીલવાસ, શાસ્ત્રીમેદાન, જ્યુબેલી, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ થઈ ગુંદાવાડી ચોરા સુધી ફરી હતી.

જોકે રેલી પૂર્ણ થયા બાદ તુરત જ એ ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી ભક્તિનગર પોલીસને સોંપી દેવાયા હતા. જ્યાં એકાદ કલાક સુધી કોંગ્રેસના કાર્યકરોને બેસાડી રખાયા બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. જો કે ભક્તિનગર પોલીસની હદ હોવા છતાં પણ એ-ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠયા હતા. રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, જે રીતે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો દેશમાં થઈ રહ્યો છે. ત્યારે લોકો જાગૃત થાય અને સરકાર સાંભળે તે માટે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક સાયકલ યાત્રા પુરી કરવામાં આવી છે. જો કે પોલીસની હદ ન હોવા છતાં પણ અટકાયત કરી રહી છે, જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud