• સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
  • આરોગ્ય વિભાગ દ્વારા કોર્ટ તેમજ આકાશવાણી કોલોનીમાં પોઝીટીવના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ અને સેનેટાઇઝીંગ સહિતની જરૂરી કામગીરી શરૂ

WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે આજે ફેમિલી કોર્ટમાં બે જજ સહિત 11 કર્મચારીઓ તેમજ શહેરનાં આકાશવાણી કોલોનીમાં 18 સહિત એકીસાથે 29 પોઝીટીવ કેસ નોંધાતા રીતસરન ફફડાટ ફેલાયો છે. અને આરોગ્ય વિભાગ દ્વારા કોર્ટ તેમજ આકાશવાણી કોલોનીમાં પોઝીટીવ લોકોના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ અને સેનેટાઇઝીંગ સહિતની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં કોર્ટની ફિઝીકલ કાર્યવાહી શરૂ થયાના 15 દિવસ બાદ ફેમીલી કોર્ટના રજીસ્ટાર અને તેના પરિવારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા વકીલ આલમમાં ફફડાટ મચી ગયો હતો. અને કોરોનાએ કોર્ટમાં દેખા દેતા કોર્ટમાં કોરોનાનું સંક્રમણ આગળ ન વધે તે માટે ફેમીલી કોર્ટને 10 દિવસ માટે બંધ કરવામાં આવી હતી. કોર્ટમાં કોરોનાએ પ્રવેશ કરતા પ્રીન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા કોર્ટ કર્મચારીઓ માટે કોરોના ટેસ્ટીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સિવિલ અને નેગોશીએબલ કોર્ટના બે ન્યાયધીશ સહિત 11 કોર્ટ કર્મચારીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કમ્પાઉન્ડ અને વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

બીજીતરફ રેસકોર્ષ પાસે શ્રોફરોડ ઉપર આવેલા ઓલ ઈન્ડીયા રેડીયો સ્ટેશનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. અને સુપ્રીટેન્ડેન્ટ એન્જીનીયર તેમજ સેશન્સ હેડના પીએ સહિત પાંચ અધિકારીઓ અને કોરોના સંક્રમિત આ પાંચેય અધિકારીના પરિવારના સભ્યો મળી કુલ 18 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ આ તમામ લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. ઓલ ઈન્ડીયા રેડીયો સ્ટેશનમાં કોરોનાનો વિસ્ફોટ થતા સ્ટાફમાં ખળભળાટ મચી ગયો છે. અને આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળોએ સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud