• રાજ્ય સરકાર દ્વારા આજે CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીનાં 3થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જીલ્લા/શહેર કક્ષાએ યોજાયો
  • રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીનાં કોન્ફરન્સ હોલમાં આંગણવાડીના 3થી 6 વર્ષના નાના બાળકોને વાલીઓ સાથે બોલાવાયા
  • કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ખુદ મેયર ડૉ.પ્રદિપ ડવ હોવા છતાં નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા
  • ચૂંટણી દરમિયાન ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિયમોનાં ઉલ્લંઘન બાદ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઉઠી હતી
Gujarat, Ahmedabad Late Night Car Race Hit & run
Rajkot, Gathering of kids for uniform

WatchGujarat. કોરોનાકાળમાં જ કોર્પોરેશનનાં સત્તાધીશો ભાન ભૂલ્યા હતા. અને માત્ર 2 જોડી યુનિફોર્મ આપવા મનપા કચેરી ખાતેનાં કોંફરન્સ હોલમાં આંગણવાડીના ભુલકાઓ સહિત 100 વધુ લોકોને એકત્ર કરી બાળકો ઉપર કોરોનાનું જોખમ વધાર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીનાં અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમમાં ભૂલકાઓને વાલીઓ સાથે બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમો ફરી એક વખત નેવે મુકાયા હતા. એટલું જ નહીં મેયર સહિત શાસકો તેમજ અધિકારીઓ નિયમનો ભંગનો તમાશો જોવા છતાં મુકપ્રેક્ષક બન્યા હતા.

જાણવા મળતી વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા આજે CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીનાં 3થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જીલ્લા/શહેર કક્ષાએ યોજાયો હતો. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીનાં કોન્ફરન્સ હોલમાં આંગણવાડીના 3થી 6 વર્ષના નાના બાળકોને વાલીઓ સાથે બોલાવાયા હતા. મુખ્યમંત્રીએ  કાર્યક્રમનો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો. જેમાં શહેરભરમાંથી નાના ભૂલકાઓ સહિત 100 કરતા વધુ લોકો હાજર રહ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ખુદ મેયર ડૉ.પ્રદિપ ડવ હોવા છતાં નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિયમોનાં ઉલ્લંઘન બાદ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઉઠી હતી. અને આ લહેરમાં હોસ્પિટલોમાં બેડ ઉપરાંત ઓક્સિજનની પણ અછત સર્જાતા અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ હકીકતથી વાકેફ ભાજપનાં નેતાઓ દ્વારા ફરીથી પણ આ ભૂલનું પુનરાવર્તન શરૂ કરાયું છે. અને લોકોને નિયમ સમજાવતા અધિકારી તેમજ પદાધિકારીઓ મુક પ્રેક્ષક બન્યા છે. ત્યારે હવે નેતાઓની પ્રસિદ્ધિની આ ભૂખ ત્રીજી લહેર ન નોતરે તેના માટે હાઇકમાન્ડ દ્વારા આ મુદ્દે કડક પગલાં લેવા જરૂરી બન્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud