• કોરોનાની બીજી વેવ શાંત થતા લોકોએ નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યુું
  • ઇન્ટરનેશનલ માર્કેટ ખૂલ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે – રાજકોટ આઇએમએ પ્રમુખ ડોક્ટર પ્રફુલ કામાણી
  • ડેલ્ટા વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સક્રિય થયો હતો
  • સૌરાષ્ટ્રમાં એકમાત્ર જામનગરમાં સસ્પેક્ટેડ કેસ જણાતાં એને તરત આઈસોલેટ કરીને સારવાર આપતાં એ જોખમી સાબિત થયો નથી

WatchGujarat. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના શહેર પ્રમુખ ડોકટર પ્રફુલ કામાણીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીરતા વ્યક્ત કરી છે. અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ધર્મ- પર્યટન સ્થળો અને મોલ-માર્કેટ ત્રીજી લહેર માટે નિમિત બનશે. ત્રીજી લહેરમાં સ્કીન ડિસીઝની વધુ શક્યતા છે. અને આ લહેર શેરી, મહોલ્લાઓ ઉપરાંત એપાર્ટમેન્ટને પણ ઝડપથી સંક્રમીત કરે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે.

રાજકોટ આઇએમએ પ્રમુખ ડોક્ટર પ્રફુલ કામાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટ ખૂલ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. જે રીતે પ્રથમ કરતાં બીજી લહેર ખૂબ ઘાતક નીવડી હતી. અને તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા, એ જ રીતે ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ઝડપથી વધવાની શક્યતા છે. અન્ય દેશોની સરખામણીએ વાત કરવામાં આવે તો ત્રીજી લહેરમાં સ્કિન ડિસીઝ થવાની શક્યતા છે અને એ ચેપી સાબિત થઈ શકે છે. ત્યારે  ચામડીને લગતા કોઈ રોગ જણાય તો તરત તબીબી સારવાર અને અભિપ્રાય લેવો જોઈએ.
ડો.પ્રફુલ કામાણીએ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં થોડો અલગ છે. ડેલ્ટા વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સક્રિય થયો હતો. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જીનોમિક સિક્વન્સ છે. ડેલ્ટાનું નામ છે 1.617.2 અને એમાં જો 1.617.2+1 લાગે તો એને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર જામનગરમાં સસ્પેક્ટેડ કેસ જણાતાં એને તરત આઈસોલેટ કરીને સારવાર આપતાં એ જોખમી સાબિત થયો નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી ઘાતક લહેર બાદ સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણની શક્યતા સૌથી વધુ જણાતી હોવાથી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પીડિયાટ્રિક હોસ્પિટલોમાં 600 બેડ હાલમાં ઉપલબ્ધ છે. જેને વધારીને 1 હજાર સુધી કરવાની તૈયારી દાખવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક નર્સિંગ સ્ટાફને અત્યારથી જ યોગ્ય તાલીમ આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેને લઈને ત્રીજી લહેર આવે તો પણ તંત્ર સંપૂર્ણપણે સક્ષમ છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud