• રાજકોટના મવડી-કણકોટ રોડ પર લૂંટની ઘટના બની હોવાનુ તરકટ રચ્યું
  • બે શખ્સોએ છરી બતાવી બેન્કમાંખી ઉપાડેલી રકમ લૂંટી લીધી હોવાની મનઘળંત કહાની સંભળાવી
  • બેન્કમાંથી ઉપાડેલા રૂ. 30 લાખની રકમ પિતરાઇ ભાઇ મારફતે મિત્રના કારખાને મુકાવી દીધી હતી.
  • લૂંટનું નાટક રચનાર સંજય કંઇ રીતે આવ્યો શંકાના દાયરામાં આવ્યો

WatchGujarat. શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક એક આંગડીયા પેઢીના કર્મચારીને બે અજાણ્યા શખ્સોએ છરી બતાવી રૂ. 30 લાખની લૂંટ ચલાવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ પાસે પહોંચી હતી. જો કે પ્રથમથી જ શંકાસ્પદ જણાતા બનાવમાં પોલીસે આંગડીયા પેઢીના કર્મચારીની આગવીઢબે પૂછપરછ કરતા કર્મચારીએ દેવુ ચૂકવવા રોકડ પિતરાઇ ભાઇ મારફત નવાગામ ખાતે આવેલા મિત્રના કારખાને મૂકાવી દીધાનું કબૂલ કર્યું હતું. જેને પગલે પોલીસે કારખાનામાં દરોડો પાડીને તપાસ કરતા માત્ર 20 લાખ જ હાથ લાગ્યા હતા. પૂછપરછમાં કારખાનેદાર મિત્રએ પાંચ લાખ કાઢીને છુપાવી દીધાનું કહ્યું હતું, પોલીસે એ રકમ કબજે કરી રહી હતી ત્યારે જ કારખાનેદારે દોટ મૂકીને એસીડ ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો છે. જેને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot, DCP Manoharsinh Jadeja
Rajkot, DCP Manoharsinh Jadeja

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા જણાવ્યું હતું કે, 150 ફૂટના રીંગ રોડ પરની માધવ રેસીડેન્સીમાં રહેતા અને વકીલાત કરતા નિલેશભાઇ મનસુખલાલ ભાલોડીએ તાલુકા પોલીસ મથકમાં તેના મોટાભાઇ ભાવેશભાઇની ઓફિસમાં બેંકનું કામ કરતા સંજય અંબાવીભાઇ ભીમાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, પોતે વકીલાતની પ્રેક્ટિસ સાથે 150 ફૂટના રોડ પર બાલાજી હોલ નજીક એસ. જી. એન્ટરપ્રાઇઝ નામથી આંગડીયા પેઢી ધરાવે છે. ગઇકાલે પોતે મવડી સ્મશાન પાસે ભાવેશભાઇની ઓફીસે હાજર હતા. અને તેમને ભાવેશભાઇ પાસેથી પેઢીના રૂ. 30 લાખ લેવાના હોવાથી ભાવેશભાઇએ રૂ. 30 લાખનો એક્સીસ બેંકનો સેલ્ફનો ચેક આપ્યો હતો.

મૃતક, કેતન ભવાનભાઇ સદાદીયાની ફાઇલ તસ્વીર
મૃતક, કેતન ભવાનભાઇ સદાદીયાની ફાઇલ તસ્વીર

આ ચેક વટાવવા તેમણે કર્મચારી સંજય ભીમાણીને એક્સીસ બેંકે મોકલ્યો હતો. અને સંજય ભીમાણીએ આ રકમ બેંકમાંથી ઉપડી લીધાનો મોબાઇલમાં મેસેજ પણ આવી ગયો હતો. પરંતુ સંજય ઓફિસે પહોંચ્યો ન હતો. દરમિયાન ત્રણેક વાગ્યે ઓફિસમાં આવેલા એક અજાણ્યા વ્યક્તિએ સંજયને મવડી-કણકોટ નજીક લૂંટી લેવાયાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મેળવવા સંજયને ફોન કરતા તેનો મોબાઈલ બંધ હોઈ નિલેશભાઇ કાર લઇ મવડી-કણકોટ રોડ પર પહોંચ્યા હતા.

જ્યાં ગોલ રેસીડેન્સી નજીક સંજય સામેથી પગપાળા આવી રહ્યો હતો. તેને અટકાવીને બનાવ અંગે પૂછતા બે અજાણ્યા શખસ છરી બતાવીને રોકડ ભરેલો થેલો, મોબાઇલ અને એક્ટિવાની ચાવી લૂંટી ગયાનું જણાવ્યું હતું. જોકે આ લૂંટારા ક્યા વાહનમાં આવ્યા હતા, તેનું વર્ણન સહિતની વિગતો અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. તેમજ લૂંટારાએ કોઇ મારકૂટ પણ નહીં કર્યાનું જણાવતા સંજયે લૂંટનું તરકટ રચ્યાની શંકાથી તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે આકરી પૂછપરછ કરતા સંજયે જ રોકડ ભરેલો થેલો નવાગામમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રિઝ નામથી કારખાનું ધરાવતા પિતારાઇ વિમલને બોલાવીને આપી દીધો હોવાની કબૂલાત કરી હતી.

લૂંટનનુ તરકટ રચનાર સંજય ભીમાણી
લૂંટનનુ તરકટ રચનાર સંજય ભીમાણી

બાદમાં વિમલને અટકાયતમાં લઇને કરેલી પૂછપરછમાં રોકડ ભરેલો થેલો નવાગામમાં જ ઇમીટેશનનું કારખાનું ધરાવતા કેતન ભવાનભાઇ સદાદીયાને સાચવવા માટે આપ્યાની કેફિયત આપી હતી. આથી પોલીસ કાફલો કેતનના કારખાને પહોંચ્યો હતો. જ્યાં કેતને આ રોકડ ભરેલો થેલો પોલીસને સોંપી દીધો હતો. જોકે ગણતરી કરતા માત્ર 20 લાખની રોકડ મળતા બાકીના 10 લાખ અંગે કરેલી પૂછપરછમાં સંજયે 5 લાખ કાઢી લેણદારને ચૂકવી દીધા પછી કેતને પણ 5 લાખ કાઢી કારખાનામાં છુપાવી દીધાનું કબૂલ્યું હતું.

કેતને દર્શાવેલા ટેબલના ખાનામાંથી પોલીસ સ્ટાફ પૈસા કબજે કરી રહ્યો હતો. ત્યારે પોલીસની નજર ચૂકવીને કેતેને કેરબામાંથી એસીડ ગટગટાવી લીધું હતું. તેને તાત્કાલીક સિવીલ હોસ્ટિપલમા઼ અને ત્યાંથી ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આર્થિક ભીંસ દૂર કરવા મિત્રને લૂંટના તરકટમાં સાથ આપવામાં જીવ ગુમાવનાર કેતનને સંતાનમાં 4 પુત્રીઓ છે. અને તેના મૃત્યુથી ચાર માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે.

લૂંટનું નાટક રચનાર સંજય આ રીતે આવ્યો શંકાના દાયરામાં

સંજયે લૂંટનું નાટક રચ્યા પછી પોતે ફોન કરવાના બદલે એક પરિચિતને શેઠની ઓફિસે મોકલી કર્મચારી સંજય પાસેથી બે શખસ રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની જાણ કરાવી હતી. અને પોતે પગપાળા ઓફિસે રવાના થયો હતો. રસ્તામાં જ મળી ગયેલા શેઠે લૂંટારા વિશે પૂછતા બે અજાણ્યા શખસ છરી બતાવી રોકડ ભરેલો થેલો, મોબાઇલ અને સ્કૂટરની ચાવી લૂંટી ગયાનું કહ્યું હતું. પરંતુ લૂટારાના વર્ણન, કયુ વાહન લઇને આવ્યા હતા, કઇ તરફ ભાગ્યા એ સહિતના મુદ્દે કંઇ બોલી શક્યો ન હતો. તેમજ લૂંટારાએ હાથ અડાડ્યો ન હોવાથી સંજય શંકાના દાયરામાં આવી જતાં પોલીસને જાણ કરી અને ભેદ ઉકેલાય ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud