જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 10 બેઠક મળતા કોંગ્રેસે સત્તા ગુમાવી
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્નીની કારમી હાર થઇ
WatchGujarat. પંચાયતોમાં પણ મહાનગર પાલિકાવાળી થઈ છે. અને રાજકોટ જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ 44 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 10 બેઠક મળતા કોંગ્રેસે સત્તા ગુમાવી છે. તો રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ગોંડલની ન.પા.માં પણ 5 બિનહરિફ સહિત તમામ 44 બેઠકોમાં ભાજપે ભવ્ય જીત હાંસિલ કરી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્નીની કારમી હાર થઇ છે. તો બીજી તરફ બેડલા બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર સવિતાબેન માત્ર 8 મતે વિજેતા બન્યા છે. આ ભવ્ય જીતને પગલે ભાજપનાં શહેર અને જિલ્લા કાર્યાલય ખાતે એકબીજાને મીઠાઈઓ ખવરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સવિતાબેન V/S સવિતાબેનનાં જંગમાં ભાજપનાં ઉમેદવાર 8 મતે જીત્યા!
રાજકોટની બેડલા સીટ પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા સવિતાબેન નામના મહિલા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી હતી. અને બંને વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જો કે અંતમાં આંઠનો આંકડો ભાજપ માટે શુકનવંતો સાબિત થયો અને ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહિલનો માત્ર આંઠ મતે વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસના સવિતાબેનને હારનો સામનો કરવો પડ્યો હતો. તો જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો છે.
[caption id="attachment_567021" align="aligncenter" width="1280"] ભાજપનાં ઉમેદવાર સવિતાબેનનાં જંગમાં 8 મતે જીત્યા[/caption]
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતનો જશ્ન ઉજવાયો
ભાજપનાં આ ભવ્ય વિજયને લઈ શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરણપરા ખાતે આવેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના સ્થાનિક દિગ્ગજ નેતાઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી આતશબાજી કરાઈ હતી.
જ્યારે ઢેબર રોડ પર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ જિલ્લાનાં પ્રમુખ મનસુખ ખાચરિયાની આગેવાનીમાં આતશબાજી અને મીઠાઈઓ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. જો કે આ ઉજવણીમાં માસ્ક અને કોરોના સહિતના કોરોનાનાં નિયમોનો ઉલાળીયો થતા લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે.
આ તકે ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા પંચાયત સહિત ન.પા.માં પણ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે. ગામડું હોય મહિલા હોય ખેડૂત હોય કે પછી યુવાનો હોય સૌકોઈને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણપણે વિશ્વાસ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. હવે ગુજરાત ભાજપ સાથે જોડાઈ ચૂક્યું છે. અને ચૂંટણી કોઈપણ હોય તેમા પ્રજા ભાજપની સાથે જ છે. આગામી સમયમાં અમે લોકોની વચ્ચે રહીશું. અને મુખ્યમંત્રીની આગેવાનીમાં ગામડાઓનો પણ શહેરની માફક જેટ ગતિએ વિકાસ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.