• રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી
  • તેવા સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે
  • 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં બધા તબીબોની બદલી કરી બોન્ડનો સમય પણ 1:1 કરી પગારમાં પણ ઘટાડો કરાયો
  • સરકાર દ્વારા માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવેતો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની ચીમકી પણ જુનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા આપવામાં આવી

Watchgujarat. સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. પીડીયુ મેડિકલ કોલેજના 250 રેસિડેન્ટ અને 150 જેટલા ડોકટરોએ બોન્ડ સહિતની વિવિધ જૂની માંગને લઈને હડતાળ શરૂ કરી છે. આ તકે ગાંધીનગરમાં રજૂઆત કરવા સમયે  કમિશ્નર દ્વારા અસભ્ય વ્યવહાર કરાયો હોવાનો આરોપ પણ ડોક્ટરોએ લગાવ્યો છે. જોકે ઇમર્જન્સી દર્દીનું ઓપરેશન કરવામાં આવશે તો તે પોતાની ફરજ ઉપર હાજર રહેશે. જેથી દર્દીને હાલાકી અનુભવી પડે નહીં.

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. પરંતુ 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં બધા તબીબોની બદલી કરી બોન્ડનો સમય પણ 1:1 કરી પગારમાં પણ  ઘટાડો કરાયો છે.

બદલી થતા બોન્ડેડ તબીબોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી તો જાણવા મળ્યું હતું કે, તેમનો બોન્ડનો સમય પણ હવે બમણો નહિ થાય અને એક મહિનો ફરજ નિભાવે તો એક જ મહિનો કામ કર્યાનું નોંધાશે. આ રીતે બંને તરફથી માર લાગતા ફરી રજૂઆત કરી હતી. પણ તે એળે જતા પીજીના 48 તબીબે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. રેસિડેન્ટ ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કોરોના વખતે ક્લાસ-1 કોવીડ કન્સલન્ટ તરીકે નિમણુંક અપાઈ હતી. તે સમયે 10 લાખના બોન્ડ અને રાજકોટ સિવિલમાં જ ડ્યુટી તેવી શરત હતી તે ઉપરાંત 1:2 એટલે કે 6 માસની ફરજ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ ન બજાવી પડે.

જો કે તાજેતરમાં સરકારના આરોગ્ય વિભાગનો નવો જી.આર આવ્યો જેમાં 40 લાખના બોન્ડ અન્ય જગ્યાએ ફરજ તથા 1:1 એટલે કે ફરજિયાત ડ્યુટી સોંપણીનો નિર્ણય જાહેર કરતા અન્યાય થતા ઠેર ઠેર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આજ રોજ હડતાલ પર ઉતર્યા છે. અને સરકાર દ્વારા માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવેતો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની ચીમકી પણ જુનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud