અકસ્માતમાં બંને પક્ષમાંથી કોઈને પણ ખાસ નુકસાન થયું ન હોતું
સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા વાહન ચાલકે બીજા ચાલક પર છરી વડે હુમલો કર્યો
ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા
WatchGujarat શહેરનાં રાજમાર્ગો પર થતા નાના અકસ્માત નુકસાન તો નથી કરતા પરંતુ તેને લઈ લોહિયાળ જંગ ખેલાઈ જતો હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બુધવારે ગોંડલ રોડ પર આવો જ એક સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને પક્ષમાંથી કોઈને પણ ખાસ નુકસાન થયું નહોતું. પરંતુ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા એક વાહન ચાલકે બીજા પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે ઇજાગ્રસ્ત બનેલા યુવકને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. જો કે સામાન્ય ઇજા હોવાને કારણે જ આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના પ્રકાશમાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, 27મી જાન્યુઆરીએ શહેરના ગોંડલ રોડ પર બે બાઈક વચ્ચે એક સામાન્ય અકસ્માત થયો હતો. જેને પગલે બંને બાઈકનાં ચાલકો વચ્ચે બોલાચાલી થતા એક ચાલકે બીજાને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં બીજાએ ગાળો આપવાની ના પાડતા પોતાના નેફામાં રહેલી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેને પગલે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે ભોગ બનનારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
https://twitter.com/watchgujarat/status/1355049397608869893?s=21
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ અકસ્માત 27મી જાન્યુઆરીએ સવારે 11.17 વાગ્યે થયો હતો. જેમાં બે વાહનો વચ્ચે ટક્કર અને બોલાચાલી બાદ છરી વડે હુમલો કરાતો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે ભોગ બનનારે ફરિયાદ શા માટે ન નોંધાવી તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. જો કે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. અને આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ધોળેદિવસે અવારનવાર આવા ખૂની ખેલ ખેલાઈ જતા હોય છે. પોલીસ તંત્ર પાસેથી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીની અપેક્ષા કરવામાં આવે છે. જોકે, આવા તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી ન થતી હોવાના કારણે તેઓ બેફામ થઈ ફરે છે. અથવા તો આ બનાવની જેમ ભોગ બનનાર ફરિયાદ નહીં કરીને પણ આવા તત્વોને જાણ્યે અજાણ્યે હિંમત આપે છે.