• વાવાડીની વિવાદીત જમીન મુદ્દે કાંગ્રેસના પૂર્વ કોર્પરેટરના પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ થયો
  • પોલીસે ભૂમાફિયાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામતા જમીનોમાં કબ્જા કરનારાઓમાં ફફડાટ ફેલાયો

WatchGujarat શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સૌપ્રથમ ગુનો નોંધાયો છે. જેમાં વાવાડીની વિવાદીત જમીન મુદ્દે કાંગ્રેસના પૂર્વ કોર્પરેટરના પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ થયો છે. અને પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે ભૂમાફિયાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામતા જમીનોમાં કબ્જા કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

જાણવા મળતી વિગતો અનુસાર,વૃંદાવન સોસાયટીમાં રહેતા 60 વર્ષીય રેનુબેન યોગેન્દ્રભાઇ મૂળચંદભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે વાવડી ગામમાં રહેતા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાએ અજાણ્યા શખ્સો સાથે મળીને તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં અરજી પણ કરી હતી.

આ અરજી સંદર્ભે તપાસ સમિતિની બેઠકમાં આરોપી સામે ગુનો દાખલ કરવા નિર્ણય લેવાયો હતો. કલેક્ટરે ફરિયાદ નોંધવા કરેલા હુકમ પછી તાલુકા પોલીસે નવા કાયદા હેઠળ ગુનો નોંધી બે આરોપીને અટકાયતમાં લઇ લીધા છે. તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ કે.એન.ભૂકણ, પીએસઆઇ એન.ડી.ડામોર સહીતના સ્ટાફે ગુનો નોંધી કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાને અટકાયતમાં લઇ મહેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો

રેણુબેનની ફરિયાદ મુજબ, તેમના માતા મીનકુમારી મહાસુખલાલ પારેખ એ 8 જૂલાઇ 1970 માં વાવડીના નટુભા નટવરસિંહ જાડેજા પાસેથી વાવડીની સર્વે નંબર 38/3 ની 5261 ચો.મી.જમીન રૂ.551 લેખે ખરીદ કરી હતી. ત્યારથી જમીનનો કબજો તેમની માતા પાસે હતો અને જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. માતા મીનાબકુમારીબેનનું 16 જૂન 2019ના રોજ અવસાન થતાં 5 ઓગસ્ટના રોજ મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ કરાવવા અરજી કરી હતી. આ અરજી સામે વાંધો લેવાયો હતો અને 14 ડિસેમ્બર 2017 ના રોજ નાયબ નિયામક જમીન દફ્તરે કરેલા હુકમથી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાયેલી નોંધ સામે પણ વાંધા અરજી કરી હતી.

ઉપરોક્ત જમીનમાંથી 2125 ચો.મી.માં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને અન્ય આઠથી દસ માણસોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કમ્પાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સિક્યોરીટીના માણસોને ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયત્ન કર્યાનો આરોપ મૂક્યો છે. આરોપીઓએ વારસાઇ નોંધની અરજી સામે વાંધા અરજી કરી 26 સપ્ટેમ્બર 2020ના રોજ એડવોકેટ મારફત અખબારમાં જાહેર નોટીસ-ચેતવણી પ્રસિધ્ધ કરાવી હતી.

દરમિયાન 20 સપ્ટેમ્બરના રોજ જમીનની દેખભાળ માટે રાખેલા પવનસુત સિક્યોરીટીના ગાર્ડે ફોન કરી આઠથી દસ શખ્સો જમીનમાં પેશકદમી કરે છે તેમજ કમ્પાઉન્ડ વોલ તોડી કેબીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાની જાણ કરી હતી. આથી સંબંધી પ્રશાંતભાઇ જૈન અને લીલપભાઇ પરમાને જગ્યાએ મોકલી 100 નંબર ઉપર પોલીસને જાણ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. 30 સપ્ટેમ્બરે ફરી આરોપીઓ જગ્યા પર પતરાની કેબીન બનાવી લલીતભાઇ અને પ્રશાંતભાઇને ધમકી આપતા નવા કાયદા હેઠળ કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud