• મહિલાઓને હેરાન કરવા માટે પરિણીતે નવો કિમીયો અપનાવી
  • મહિલાને મેસેજમાં પુછ્યું કે આજુ બાજુ કોઇ છે કે નહિ. જવાબ મળતા જ બિભત્સ માંગણીઓ ચાલુ કર્યું
  • મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતા તમામ હકીકતો સામે આવી

WatchGujarat. શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીનાં ફેસબુક એકાઉન્ટમાંથી પતિ અન્ય પરિણીતાઓને અશ્લીલ મેસેજ મોકલતો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તો આ શખ્સે એકાઉન્ટ હેક થયાનું જણાવ્યું હતું. જો કે સાયબર ક્રાઈમ દ્વારા મોબાઈલ નંબરનાં આધારે તપાસ કરતા તેનો ભાંડો ફૂટી ગયો છે અને તેણે પોતાનો ગુનો કબુલ કરતા પોલીસે આરોપી પતિને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના 150 ફૂટ રોડ પર આવેલી આસ્થા રેસીડેન્સી નજીકની સોસાયટીમાં રહેતી પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, 19 એપ્રિલના રોજ હું રાત્રિના સમયે મારા ઘરમાં હતી. અને મારા પતિ ટીવી જોતા હતા. દરમિયાન હું અમારા બેડરૂમમાં મોબાઇલ લઇને ફેસબુકનો ઉપયોગ કરતી હતી. બરાબર ત્યારે જ મારા ફેસબુક મેસેન્જરમાં રેખાબેન ભાલાણીના એકાઉન્ટમાંથી સૌપ્રથમ વીડિયો કોલ આવ્યો અને બાદમાં તે એકાઉન્ટમાંથી મને હાય અને હેલોનાં મેસેજ આવ્યા હતા.

બાદમાં મેસેજ કરનારે પૂછ્યું કે આસપાસ કોઈ છે કે નહીં ? અને મેં બાજુમાં કોઈ નથી તેમ જણાવતા મને બિભત્સ પ્રકારના મેસેજીસ આવવા લાગ્યા હતા. જેથી મેં મેસેન્જરમાં તમે કોણ છો તેમ પૂછતાં મેસેજ કરનારે તેનું નામ રાકેશ હોવાનું જણાવ્યું હતું. આ અંગે મારા પતિને જાણ કર્યા બાદ અમે મેસેજ કરનારને પોલીસ ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. અને બાદમાં પોલીસનાં નામ માત્રથી જ મેસેજ આવવા બંધ થઈ ગયા હતા. તપાસ કરતા પડોશમાં રહેતી અન્ય મહિલાઓને પણ આવા મેસેજ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું..

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મેસેજ કરનારે તેનું નામ રાકેશ કહ્યું હોવાથી અમે ત્યાં રહેતા રાકેશભાઈ ભલાણી તેમજ તેના પત્ની ને વાત કરી હતી. અને પૂછ્યું હતું કે, શા માટે તમે અમને બધાને ખરાબ મેસેજ અને વિડિયો કોલ કરો છો ? પણ ત્યારે રાકેશભાઈ ભલાણી અને તેમના પત્નીએ પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું જણાવ્યું હતું. જોકે મહિલાની આ ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા એપ લોકમાં મોબાઈલ નંબરની માહિતી આવી હતી. તે નંબર રેખાબેનના પતિ રાકેશ ઉર્ફે મનોજભાઈના નામે રજીસ્ટર થયાનું સામે આવતા પોલીસે આરોપી રાકેશ ભાલાણીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud