• ચિસ્તીયા નગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા
  • મહિલાનાં પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવીને પત્ની જીન્નતબેન ગેલેરીમાં બેઠા હતા ત્યારે નીચે ધક્કો મારી દીધો
  • ઉપરથી નીચે પટકાતા પત્નીનું મોત નિપજ્યું

WatchGujarat. ધોરાજીમાં પતિ-પત્નીનાં સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં ચિસ્તિયા કોલોની ખાતે રહેતી પરણિત મહિલાની તેના જ પતિએ હત્યા કરી છે. પત્ની ગેલેરીમાં બેઠી હતી ત્યારે ધક્કો મારી પછાડી દીધી હતી. જેને પગલે તેણી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને ગણતરીની કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, ધોરાજીની ચિસ્તીયા નગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા. જેને લઈને આ મહિલાનાં પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવીને પત્ની જીન્નતબેન ગેલેરીમાં બેઠા હતા ત્યારે નીચે ધક્કો મારી દીધો હતો. અને ઉપરથી નીચે પટકાતા પત્નીનું મોત નિપજ્યું હતું.

પતિ-પત્નીનાં ઝગડામાં પતિ દ્વારા પત્નીની હત્યા થયા અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ અને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. ઘટના બાદ પોલીસે તુરંત ચક્રો ગતિમાન કરી અને હત્યારા પતિને પણ ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. અને સમગ્ર મામલે તેની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બીજીતરફ ઘટનાને પગલે લોકો આ હત્યારા પતિ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud