• છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી જિલ્લામાં સિંહોના પડાવથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન વિતાવી રહ્યા
  • નાના ભાયાસરમાં સિંહે કરેલા મારણનો વિડીયો પણ સામે આવ્યો છે.

WatchGujarat છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી જિલ્લામાં સિંહોના પડાવથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન વિતાવી રહ્યા છે. ત્યારે હવે નાના ભાયાસર તેમજ ત્રંબાથી બે કિલોમીટર દૂર વડાળી ગામે આજી નદીકાંઠે સિંહોએ બે વાછરડીનું મારણ કરીને મિજબાની માણી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તુવેરનું વાવેતર કરેલા પાકમાં નિરાંતે આરામ કર્યો હોવાની જાણકારી મળી છે. નાના ભાયાસરમાં સિંહે કરેલા મારણનો વિડીયો પણ સામે આવ્યો છે.

રાજકોટ જિલ્લાના ગામોમાં સિંહોને પૂરતા પ્રમાણમાં શિકાર મળી જતો હોય તેમજ કુદરતી વાતાવરણ પણ ફાવી ગયું હોવાથી સિંહ પરિવારે રાજકોટ તાલુકાના ગામડાઓને પોતાનું ઘર બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગતરાત્રે આ સિંહોએ નાના ભાયાસરમાં મારણ કરી મિજબાની માણી હતી. આ ઉપરાંત પણ કસ્તૂરબાધામ ત્રંબાથી બે કિલોમીટર દૂરનાં વડાળી ગામે સિંહોએ ધામા નાખતા સ્થાનિકો અને ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

વડાળી ગામે સિંહોએ આજી નદીકાંઠે મનસુખભાઇ માધાભાઇ જાદવની વાડીમાં બાંધેલી એક વાછરડી અને શેઢા પાડોશી જગાભાઈ મેરામભાઇ જાદવની વાડીમાં બાંધેલી એક વાછરડીનું મારણ કર્યું હતું. અને બંને વાછરડીનો શિકાર કરી ત્રણ સિંહોએ મિજબાની માણી હતી. ભૂખ સંતોષી લીધા બાદ ત્રણેય સિંહોએ નજીકની વાડીમાં તુવેરનું વાવેતર કરેલા ખેતરમાં નિરાંતે આરામ કર્યો હતો અને બાદમાં આગળ નીકળી ગયા હોવાની જાણકારી વન વિભાગે આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud