• મારવાડી કોલેજ પાસેથી દારૂ ભરેલી એક બોલેરો કાર પસાર થવાની ચોક્કસ બાતમી મળી
  • ડુંગળીની આડમાં ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની સીલપેક વિદેશી દારૂની 101 પેટી એટલે કે, 1212 બોટલ કિંમત રૂ. 4,24,200 મળી
  • પોલીસે હાલ આ બંને વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

Watchgujarat. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોરબી રોડ પરની મારવાડી કોલેજ સામેથી વિદેશી દારૂની વિચિત્ર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અને ડુંગળીની આડમાં છુપાવેલો 101 પેટી દારૂ કબ્જે લઈ એસઓજીએ બે આરોપીઓને ઝડપી લીધા છે. અને આ બંનેની સાથે અન્ય કોની સંડોવણી છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જો કે બુટલેગરોની મોડાસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસનાં જણાવ્યા મુજબ, મારવાડી કોલેજ પાસેથી દારૂ ભરેલી એક બોલેરો કાર પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક બોલેરો કાર ત્યાંથી પસાર થતા તેને કોર્ડન કરી ચેકીંગ કરાયું હતું. જેમાં ડુંગળીની આડમાં ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની સીલપેક વિદેશી દારૂની 101 પેટી એટલે કે, 1212 બોટલ કિંમત રૂ. 4,24,200 મળી છે. અને બોલેરો, મોબાઇલ ફોન સહિત કુલ 7,25,200 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. અને બે શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ઝડપાયેલા બંનેની પૂછપરછ કરતા એક વ્યક્તિએ તેનું નામ બાલકૃષ્ણ મદ્રાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે રેલવે સ્ટેશન પાસે આવેલી ઓફિસની બાજુમાં રહેતો હોવાનું કહ્યું હતું. જ્યારે બીજા આરોપીએ તેનું  નામ મનીષ મનોજભાઈ જાખેલીયા હોવાનું જણાવ્યું હતું. અને પોતે શાકભાજી વેચવાનો ધંધો કરતો હોવાનું કહ્યું હતું. સાથે જ કોરોનાનાં કારણે ધંધામાં મંદી હોઈ દારૂ વેચવાના રવાડે ચડ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હાલ આ બંને વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud