• રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આમ તો લોકોના પાયાના પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે
  • જનરલ બોર્ડમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ પીવાનું પાણી સહિતના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેના બદલે લાઈબ્રેરીનો વાહિયાત લાગતો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો
  • કોંગ્રેસના કોર્પોરેટરોનો ‘મોંઘવારીનો માર, પ્રજા બે હાલ, બે ફિકર સરકાર’ લખેલા બેનરો પહેરી જનરલ બોર્ડ કક્ષમાં પ્રવેશવાનો પ્રયાસ

WatchGujarat. મનપા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જોકે નવનિયુક્ત મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં પ્રથમ બોર્ડમાં પ્રશ્ર્નોત્તરી દરમિયાન માથાકૂટ થવાની શકયતા નહીંવત જોવાઈ રહી હતી. અને બોર્ડ શરૂ થતાં તેવું જ થયું ભાજપના કોર્પોરેટર દેવાંગ માંકડે લાઈબ્રેરીની સંખ્યાઓ, સ્ટાફ, પુસ્તકો કેટલા તે પ્રકારનો લાંબો લચક જવાબ આપવો પડે તેવો પ્રશ્ન પૂછી લીધો હતો. એટલું જ નહીં વચ્ચે વચ્ચે ભાજપના જ અમૂક કોર્પોરેટર દ્વારા લાઈબ્રેરીમાં ઘટતો પ્રશ્ર્ન પૂછી કમિશ્નરને એક કલાક સુધી જવાબ દેતાં કરતા રોડ-રસ્તા તેમજ પાણી સહિતની સમસ્યાઓની ચર્ચા કરવાનો સમય જ નહોતો રહ્યો. પરિણામે કોંગ્રેસના કોર્પોરેટરોએ પિત્તો ગુમાવ્યો હતો.

લાઈબ્રેરીનો પ્રશ્ર્ન દરેક લોકોને સ્પર્શતો નથી. જેને લઈ જનરલ બોર્ડમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ પીવાનું પાણી સહિતના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેના બદલે લાઈબ્રેરીનો વાહિયાત લાગતો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. એટલું જ નહીં લગભગ એકાદ કલાક આ પ્રશ્નનો જવાબ આપવામાં મ્યુ. કમિશ્નરે ફાળવી હતી. જેને લઈ રોષે ભરાયેલા વિરોઘ પક્ષ કોંગ્રેસે અમારો વારો આવવા દયો તેમ કહી શાસક પક્ષના કોર્પોરેટર સાથે બોલાચાલી કરી હતી. પરિણામે અમુક મિનિટો માટે જનરલ બોર્ડનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. જો કે ત્યાં જ બોર્ડની કામગીરી પૂર્ણ કરાતા કોંગ્રેસની મનની મનમાં રહી ગઈ હતી. તો શાસકપક્ષને નિરર્થક પ્રશ્ન પૂછી બોર્ડનો સમય બગાડવામાં સફળતા મળી હતી.

મોંઘવારી વિરોધી બેનર લગાવીને આવેલા કોંગ્રેસના નગરસેવકોને પોલીસે અટકાવતા ધક્કામૂકકી

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આમ તો લોકોના પાયાના પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે. અને આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા લોકોને સ્પર્શતા મુદ્દાઓ બાબતે વિરોધ પ્રગટ કરાતો હોય છે. પરંતુ, આજના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ દેશભરની પ્રજાને સ્પર્શે તેવો પ્રશ્ર્ન કોર્પોરેશનમાં ઉઠાવ્યો હતો. અને બોર્ડ ચાલુ થાય તે પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો પોતાના કાર્યાલયથી જનરલ બોર્ડ જવા નિકળ્યા ત્યારે ‘મોંઘવારીનો માર, પ્રજા બે હાલ, બે ફિકર સરકાર’ સહિતના સ્લોગન લખેલા બેનરો પહેરી જનરલ બોર્ડ કક્ષમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ત્યાં તૈનાત સિક્યુરીટીના માણસોએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં ચકમક જરી હતી. અને ધકકામૂકકીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud