• 14 વર્ષની સગીરાને ફ્રેન્ડશીપ કરવા કહીને છેલ્લા 6 મહિનાથી એક યુવકે હેરાન પરેશાન કરી
  • સગીરાએ સાફ ઇન્કાર કરવા છતાં યુવક લિફ્ટમાં અને રસ્તા પર તેની સાથે શારીરિક અડપલાં કરતો
  • યુવકના કારણે સગીરાએ શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું.

WatchGujarat શહેરની 14 વર્ષની સગીરાને ફ્રેન્ડશીપ કરવા કહીને છેલ્લા 6 મહિનાથી એક યુવકે હેરાન પરેશાન કરી મૂકી હતી. સગીરાએ સાફ ઇન્કાર કરવા છતાં આ યુવક લિફ્ટમાં અને રસ્તા પર પણ તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો. અને માસુમ વિરોધ કરે ત્યારે તેના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મહેશ વાજા નામના આ યુવકના કારણે સગીરાએ શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું. જેને લઈ માતા-પિતાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતા મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમજ તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ હેઠળ તથા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ 2012ની કલમ 8,12 મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, 6 મહિના પહેલા સગીરા લિફ્ટ મારફતે પોતાના ફ્લેટમાં જતી હતી. ત્યારે મહેશે તેને ચિઠ્ઠી આપીને ફ્રેન્ડશિપ કરવાનું કહ્યું હતું. સગીરાએ તેની સામે જ ચિઠ્ઠી ફાડીને તેને ના પાડી હતી. ત્યારબાદ સાંજે સગીરા સ્કૂલેથી ઘરે આવી હતી. અને શાક લેવા માટે માતા નીચે ગયા હતા. દરમિયાન મહેશનો ફરી એક વખત કોલ આવ્યો હતો. અને જેમાં ફરીવાર ફ્રેન્ડશિપનું પૂછ્યું હતું. ત્યારે પણ મેં સગીરાએ ના પાડતાં મહેશે તેણીનાં માતા-પિતા અને ભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી.

મહેશની આ ધમકીથી ડરી ગયેલી સગીરાએ શાળાએ પણ એકલા જવાનું બંધ કરવું પડ્યું હતું. અને મહેશના ત્રાસના કારણે સગીરા પંદર દિવસ સુધી સ્કૂલે પણ ગઈ ન હતી. છતાં જ્યારે મહેશ તેને લિફ્ટમાં એકલી જોતો ત્યારે શારીરિક અડપલા કરતો હતો. એક દિવસ માતા પિતા બહાર હતા મહેશ ઘરમાં ઘુસી ગયો હતો. તેમજ સગીરાને ફ્રેન્ડશિપનું પૂછી શારીરિક અડપલાં પણ કર્યા હતા. જો કે આ અંગે મહેશની માતાને ફરિયાદ કરવાની વાત કરતા મહેશે સગીરા અને તેના માતા પિતાની માફી માંગી લીધી હતી. તેમજ ફરી વખત ક્યારેય મને હેરાન પરેશાન નહીં કરે તેની ખાતરી પણ આપી હતી.

ત્યારબાદ ત્રણ મહિના પછી ફરી વખત મહેશ ફરીથી એપાર્ટમેન્ટની બહાર બેસવા માંડ્યો હતો. કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ હોય ત્યારે પણ તે મેસેજ કરી હેરાન-પરેશાન કરતો હતો. તેમજ તેણીનાં 9 વર્ષના નાના ભાઈને રસ્તા વચ્ચે અટકાવીને કહેતો કે તારી બહેનને મારા ઘરે મોકલી દેજે. ઓફલાઈન સ્કૂલ શરૂ થતા ફરી વખત મહેશે પહેલાની માફક સગીરાને હેરાન પરેશાન કરવાનું શરૂ કરતાં આખરે આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. અને પોલીસે ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud