• સૌરાષ્ટ્રના બીજા નંબરના રાજકોટનાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી તા. 5 ઓગસ્ટના યોજાવાની છે
  • રાજકોટ સહિત જુદા-જુદા 6 યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવા કાર્યરત
  • જે કોઇ મંડળી દૂધમાં ભેળસેળ કરતા ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે – મંત્રી જયેશ રાદડીયા

WatchGujarat. આજરોજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા મળી છે. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા. આ તકે તેમણે માર્કેટિંગ યાર્ડની તમામ 16 બેઠકોની ચૂંટણીઓ બિનહરીફ કરાવવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય, ભેળસેળ કરનાર ઉત્પાદક સામે આકરા પગલાં લેવાશે. તો ચેરમેન ગોરધન ધામેલિયાએ અત્યાર સુધીમાં 90 મંડળીઓ સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. બીજી તરફ તા. 1 ઓગષ્ટથી દૂધનાં ખરીદ ભાવમાં રૂ. 10નો વધારો કરવાનો નિર્ણય સાધારણ સભામાં લેવાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.

કેબિનેટ મંત્રી રાદડિયાનાં જણાવ્યા મુજબ, રાજકોટ સહિત જુદા-જુદા 6 યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવા કાર્યરત છું. જેમાં રાજકોટ યાર્ડની તમામ 16 બેઠકો બિનહરીફ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ દૂધમાં ભેળસેળ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે. જે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અને જે કોઈ મંડળી આવું કરતા ઝડપાશે તેની સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના બીજા નંબરના રાજકોટનાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી તા. 5 ઓગસ્ટના યોજાવાની છે. હાલ રાજકોટ યાર્ડની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  જેમાં યાર્ડની વર્તમાન બોડી તેમજ જિલ્લા ભાજપનું અન્ય જૂથ આમને સામને છે. આ બન્ને જૂથ માર્કેટિંગ યાર્ડ કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે યાર્ડની 16 બેઠકો બિનહરીફ કરવાનું કાર્ય કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા માટે પણ કપરું છે.

સાધારણ સભામાં જણાવાયા અનુસાર, રાજકોટ ડેરીના દૂધ સંપાદનમાં વર્ષ દરમિયાન સરેરાશ 11 ટકાનો ઘટાડો થયો છે. જેની સામે પશુપાલકોને કોઇ નુકસાની ન થાય તે માટે દૂધ ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.21નો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને આર્થિક મદદ કરવા માટે ગત વર્ષની સરખામણીએ દૂધમાં કિલો ફેટે રૂ.21નો ભાવવધારો ચૂકવવામાં આવ્યો છે. ડેરીનું 776.32 કરોડના ટર્નઓવર સામે રૂ.411.99 લાખનો નફો થયો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ ગોપાલ ઘી અને છાશના વેચાણમાં 10 ટકાનો વધારો ઉપરાંત ગોપાલ દહીંના વેચાણમાં 108 ટકાનો વધારો થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud