રાજકોટના પડધરીનો રહેવાસી પરિમલ સોહેલિયા નામનો યુવક BHMSનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
ગતરાતે પરિમલ સિવિલમાં ફરજ પુરી કર્યા બાદ પોતાના વતન પડધરી તરફ જઈ રહ્યો હતો
કુવાડવા રોડ પર તેના બાઇકને અજાણ્યા વાહને ઠોકર મારતા તે રસ્તા પર ફંગોળાયો
[caption id="attachment_1223013" align="aligncenter" width="1280"] Parimal Sohiliya[/caption]
Watchgujarat. શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જેમાં અવારનવાર મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે કુવાડવા રોડ ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા વાહનની ઠોકરે BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. બીજીતરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર પડધરીનો રહેવાસી પરિમલ સોહેલિયા નામનો યુવક BHMSનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને સાથે જ તાલીમી તબીબ તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યો હતો. ગતરાતે પરિમલ સિવિલમાં ફરજ પુરી કર્યા બાદ પોતાના વતન પડધરી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન કુવાડવા રોડ પર તેના બાઇકને અજાણ્યા વાહને ઠોકર મારતા તે રસ્તા પર ફંગોળાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે સ્થાનિકોની નજર પડતા તેઓ દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઘાયલ થયેલા પરિમલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માત સરજીને ફરાર થનાર અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજીતરફ ગંભીર ઇજાને કારણે ટૂંકી સારવાર બાદ પરિમલે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. માતા-પિતા જે પુત્રના ડોક્ટર બનવાની રાહ જોઇ રહ્યા હતા. તેનું અચાનક મોત થતા તેમના માથે આભ ફાટી પડ્યું હોય તેમ સુન્ન થઈ ગયા છે. તો આ ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.